ગુજરાત પેટાચૂંટણી પહેલા ભાજપે જાણે જીતુ વાઘાણી નામનો કાંકરો કાઢી નાખ્યો

815

ગુજરાત ભાજપ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં તૈયારી ચાલી રહી છે. ચૂંટણીમાં સફળતા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને સખત મહેનત કરી રહ્યા છે. ભાજપે તમામ બેઠકો જીતવા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે.ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ ન થવાને લઈને ઉત્સુકતા વધી છે. ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ સ્ટાર પ્રચારકોની સૂચિમાં ન હોવાથી અનેક રાજકીય તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે.

પરંતુ સ્ટાર પ્રચારકોની યાદીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ સામેલ ન થવાને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. અબડાસા, મોરબી, લીંબડી, ડાંગ, ધારી, કપરાડા, કરજણ અને ગઢડા આ 8 ગુજરાત વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી હતી. આમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

ભાજપના સંગઠનની સંરચનાની તૈયારીઓ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, બુથ અને મંડલ સ્તરની રચનાઓ બાદ આ સપ્તાહે જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત થશે. નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય પાંખ દ્વારા 2 નિરિક્ષકો – કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ  અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના નામની જાહેરાત કરી છે. આથી, હવે વર્તમાન જીતુ વાઘાણીનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો નવો કાર્યકાળ આગળ વધશે કે પછી તેમનું પત્તું કપાઈ જશે તે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

જીતુ વાઘાણીના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 2017ની વિધાનસભાની ચૂંટણીઓ, તાલુકા-જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓ અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જેવી મહત્વની ચૂંટણીઓ યોજાઈ હતી. આ તમામ સમય દરમિયાન પ્રદેશ ભાજપને સતત સફળતાઓ મળી છે અને સંગઠનના પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા.

ભાજપ દ્વારા આજે 30 સ્ટાર પ્રચારકોના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઇ દલસાણીયા, ભરતસિંહ પરમાર, ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતી બેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધન ઝડફિયા, શંભુભાઇ ટુંડિયા, ડો.જ્યોતિબેન પંડ્યા, ડો. ઋત્વિજ પટેલ, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી બાવાનીયા, જવાહર ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, રમણભાઇ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા (વિનોદ) ચાવડા, ડો.કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલીપ સંઘાણી, હીરાભાઇ સોલંકી અને અલ્પેશ ઠાકોરના નામ શામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અભિવાદનની વાત હોય કે ગાંધીનગર લોકસભાના વિવિધ કાર્યક્રમો, તમામ સ્તરે સફળતાઓ મળી હતી. જોકે સંગઠન અને સરકાર વચ્ચે સંકલનને લઇને હંમેશા વિવાદ રહ્યો. યુવા પ્રદેશ પ્રમુખના કારણે સિનિયરો પણ નારાજ રહ્યા હોવાની ચર્ચાઓ રહી છે. તેમ છતાં જીતુ વાઘાણીએ 3 વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ