હળવદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ માવઠું, માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, મગફળી બજારમાં તણાઈ..

713
Published on: 4:54 pm, Mon, 25 October 21
  • ધનાળા અને કેદારીયા ગામમાં મુશળધાર વરસાદથી ચોતરફ પાણી જ પાણી
  • ખેડૂતોની તૈયાર મગફળીનો માવઠાએ સોથ બોલાવી દીધો

રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે કમોસમી વરસાદનો માર. કચ્છ, મોરબી, દ્વારકા, ભાવનગર રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં માવઠું ગઈકાલે માવઠુ પડ્યુ હતું. જેમાં ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી અને કપાસ અને અન્ય પાકને નુકસાન પહોંચ્યુ છે.

મોરબીના હળવદ પંથકમાં આજે સોમવારે વરસાદી માવઠું કહેર બનીને વરસતા અનેક ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હળવદના ધનાળા અને કેદારીયા સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતોની મગફળી બજારમાં તણાઈ ગઈ હતી. જગતના તાતની મહેનત ઉપર પાણી ફરતું જોવા મળ્યું હતું.

ગત રાત્રિના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં વરસાદે મોટી નુકસાની કરી છે. યાર્ડમાં વેચવા માટે લાવેલ મગફળી, ડુંગળી જેવી જણસીઓ પલળી ગઈ છે. વરસાદી પાણીમાં મોટાપાયે નુકસાન થયું છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બોરીઓ પલળી ગઈ હતી. જેમાં ખેડૂતો અને વેપારીઓની મગફળીને મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાની મગફળી કમોસમી વરસાદમાં પલળી ગઈ છે, સાથે જ યાર્ડમાં રાખવામાં આવેલ ડુંગળી પણ પલળતા ખેડૂતોની હાલત દયનીય થઇ છે. હાલ તો ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટા જેવી બની છે. કારણ કે પ્રથમ અતિવૃષ્ટિમાં તૈયારી ઉપર આવેલ પાક તણાઈ ગયો અને હવે કમોસમી વરસાદે તૈયાર પાકને ધોઈ નાંખ્યો.

હળવદ પંથકમાં ધનાળા અને કેદારીયા ગામમાં તો માવઠું મુશળધાર વરસતા ચોતરફ પાણી જ પાણીની સ્થિતિમાં ખેડૂતો તૈયાર મગફળી ઘરે લાવ્યાં હોવાથી ઘરની બહાર પડેલી મગફળી પાણીના પ્રવાહમાં બજારમાં તણાઈ ગઈ હતી. જેથી ખેડૂત પરિવારો પોતાની તૈયાર જણસને વરસાદમાં તણાતી બચાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ કુદરતના કોપ સામે ખેડૂતો લાચાર બન્યાં હતા.

હાલ ખેડૂતો તૈયાર પાકની કાપણી અને લણણી કરી રહ્યા છે, અને એવામાં વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદ વરસવાનો શરૂ થઈ જતાં વાડી ખેતરોમાં ખેડૂતોનો કપાસ, બાજરી, તલ અને મગફળી સહિતનો તૈયાર પાક પલળી ગયો હતો. હાલમાં ખેડૂતો પોતાના ખેતરો માથી તૈયાર પાક માર્કેટયાર્ડ ખાતે વેચાણ માટે લઈને આવી થયા છે, ત્યારે સારા ભાવો મળી રહે એવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી.

અચાનક આવી ચઢેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી, કપાસ-મગફળી-ડુંગળી પલળી ગઈ

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317