રાજકોટ : ઓડી કારચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં શાકભાજીની લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતાં મોત

20148
Published on: 3:38 pm, Tue, 29 December 20
રાજકોટ ગુજરાત

રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતની ભોગ બનતા હોય છે ત્યારે આવી જ એક અકસ્માતની કરુણ ઘટના રાજ્યમાં આવેલ રાજકોટમાંથી સામે આવી રહી છે.

રાજકોટમાં આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફક્ત દોઢ વર્ષીય બાળકને ઓડીકાર ચાલકે કચડી નાખતા બાળકનું દર્દનાક મોત થયું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી હતી પણ કારચાલક પૂરપાટ ઝડપે કાર દોડાવીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા-પિતા દ્વારા અજાણ્યા કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાંથી પોલીસે કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકનાં માતા-પિતાએ અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે. આ મામલે ભક્તિનગર પોલીસે કારચાલક યશ બગડાઈ નામના શખ્સની અટકાયત કરી છે તેમજ પોલીસે કારચાલક યશનું લાઇસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો છે.

 દોઢ વર્ષના બાળકનું નામ વંશ સુરેલા છે. જ્યારે ઓડી કાર ચાલકની ઓળખ યશ વિમલભાઈ બગડાઈ (ઉં.વ.19) તરીકે કરવામાં આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ નજીક ચાલુ કારે મોબાઇલ પર વાત કરતાં કરતાં ચાલકે બાળકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. (તસવીર: ચાલક બાળકને કચડીને ફરાર થઈ ગયો હતો.)

માતા-પિતા ધંધામાં વ્યસ્ત, પુત્ર રેંકડી પાસે રમતો હતો :
ખોખડદળ નદીના પુલ નજીક આવેલ વેલનાથ સોસાયટીમાં રહેતા તેમજ ભક્તિનગર સર્કલ નજીક શાકભાજીની રેંકડી ઊભી રાખીને વ્યવસાય કરી રહેલ જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેમની પત્ની તથા ફક્ત દોઢ વર્ષીય પુત્ર વંશની સાથે ભક્તિનગર સર્કલ પર શાકભાજીના થડે હતા.

આ અંગે વધારે માહિતી પ્રમાણે ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. તેઓ ધંધામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો.

 આ સમયે કાર ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતાં કરતાં ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને ઠોકરે ચડાવ્યો હતો. બાળકને ઠોકરે ચડાવ્યા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. (તસવીર: બાળક રમતાં રમતાં કાર આગળ બેસી ગયો હતો.)

માતા-પિતા ધંધામાં એટલાં વ્યસ્ત હતા કે, પુત્ર વંશ રેંકડીથી થોડે દુર રમતો-રમતો ચાલ્યો ગયો પણ એમને જાણ ન હતી. આવાં સમયે ઓડી કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવીને વંશને કચડી નાખ્યો હતો.

પુત્ર કાર નીચે કચડાતા માતા-પિતા કાર પાછળ દોડ્યા :
બાળકને કચડ્યા પછી ચાલક કાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાઈ જતાંની જાણ થતાની સાથે જ પિતા જગદીશભાઇ તેમજ તેમની પત્ની દોડી આવ્યા હતા. આની સાથે જ આજુબાજુમાંથી લોકોનાં ટોળેટોળા એકત્ર થઈને કાર પાછળ દોડ્યા પણ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો.

મૃતક વંશની ફાઈલ તસવીર.

વંશ રમતો રમતો માર્ગ પર આવીને કારની આગળ બેસી જાય છે :
CCTVમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે માતા-પિતા શાકભાજીની રેકડીએ ધંધામાં વ્યસ્ત હતાં તેમજ બાળક બાજુમાં રમી રહ્યું હતું. ત્યારબાદ કાર આવીને ઉભી રહી જાય છે ત્યારે વંશ માર્ગ પર આવી જવાંથી ઓડી કારની આગળ ઉભો રહી જાય છે. ત્યારબાદ ઓડી કારની આગળ બેસી જાય છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ