રાજકોટ : રાત્રિ કર્ફ્યૂ વચ્ચે અસામાજિક તત્વોએ પાંચ ટુ-વ્હીલર અને એક રિક્ષા સળગાવી દીધા, જાણો વિગતે..

480
Published on: 6:30 pm, Tue, 22 December 20

રાજકોટ ગુજરાત 

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે ગત મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જિલ્લા ગાર્ડન ચોકમાં કુલ 5 બાઈક તથા 1 રીક્ષાને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને શખ્સોને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar police station) વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે પાંચ જેટલા બાઈક તેમજ એક રિક્ષાને રાત્રે આગ લગાવી દેવાનો બનાવ બનવા પામ્યો છે. રાજકોટમાં હાલ રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ચાલી રહ્યો છે. પોલીસ પણ તેનો કડક અમલ કરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન આગચંપીના આ બનાવથી અનેક સવાલો ઊઠ્યા છે.

આ પ્રકારનો જ બનાવ રાજકોટ શહેરમાં અંદાજે બે વર્ષ પૂર્વે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, અહીં પણ આ જ રીતે પાંચથી વધુ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.

 કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર તરફથી રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ તરફથી રાત્રિના નવ વાગ્યાથી લઇને વહેલી સવારના છ વાગ્યા સુધી રાજકોટના રાજમાર્ગો પર ખડેપગે તૈનાત રહી રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળનાર લોકો વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. 

આ સમયે 22 ડિસેમ્બરની મોડી રાત્રે જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન સહિત રાજકોટ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ રાત્રિ કર્ફ્યૂની અમલવારી કરાવી રહ્યા હતા ત્યારે જ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક સાથે પાંચ જેટલા બાઈક તેમજ એક રિક્ષામાં આગ ચાંપી દેવામાં આવતા તમામ વાહનોમાં નુકસાન થવા પામ્યું છે.

સ્થાનિકોને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ આ મામલાની જાણ થતા તેમને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જે જગ્યાએ સમગ્ર બનાવ બન્યો છે તેની આસપાસ સીસીટીવી ન હોવાનું પણ સામે આવ્યું છે. જે બાદમાં ભક્તિનગર પોલીસે આઈવે પ્રૉજેક્ટ તેમજ મુખ્ય માર્ગો પર રહેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો એક શકમંદને ઝડપી તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

કુલ 4 બાઇક તથા 1 રિક્ષામાં આગ લગાવવાથી કુલ 35,000 રૂપિયાનું નુકસાન થયું છે. જેના વાહનો સળગાવવામાં આવ્યા તેમને કોઇની સાથે કોઇપણ પ્રકારનું મનદુઃખ અથવા તો માથાકૂટ થઈ ન હતી. જેને કારણે પોલીસ હાલમાં સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાતે 3:30 વાગ્યે ફટાકડા ફૂટે તેવો અવાજ સંભળાતા લોકો દોડીને બહાર આવ્યા :

ઘટના અંગે ભકિતનગર પોલીસે જિલ્લા ગાર્ડન ચોક નજીક રહેતા 29 વર્ષીય ઇમ્તિયાઝ હારૂનભાઇ ધાનાણીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સોની વિરુદ્ધ IPC 435, 114 પ્રમાણે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઇમ્તિયાઝે વિગતો આપતા કહ્યું હતું કે, હું રાત્રે 11:00 વાગ્યે ઘરમાં સુતો હતો.

 બળી ગયેલું સ્કૂટર અને બાઇક.

પાડોશમાં રહેતા રફિકભાઈના 2 વાહનો સળગતા જોયા :

પાડોશમાં રહેતા રફિકભાઇ અલીભાઇ મલેકના 2 વાહનો સળગતા જોયા હતા. આની સાથે જ નૌશાદભાઇ હુશેનભાઇ કુરેશીની માલિકીની CNG રીક્ષા પણ સળગતી જોઈ હતી. જેને કોઇએ મારા અથવા તો પછી મારા પડોશીઓ પ્રત્યે કોઇપણ કારણસર રાગદ્વેષ રાખી જ્વલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધા હોવાંનીસંભાવના રહેલી છે. હાલમાં તો પોલીસે ઇમ્તિયાઝ ધાનાણીની ફરિયાદ પરથી FRI દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે મથામણ શરૂ કરી છે.

એક મકાનના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ :

વાહનો સળગાવવામાં પેટ્રોલ અથવા તો અન્ય કોઇ જ્વલંતશીલ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાંની શકયતા રહેલી છે. આગ ઝડપથી પ્રસરી ગઇ હોવાંથી જોતજોતામાં કુલ 4 ટુ-વ્હીલર બળીને ખાખ થઇ ગયા હતાં. આ દરમિયાન એક ઘરના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી. લોકોએ સમયસુચકતા વાપરીને પાણી છાંટી આગ બુઝાવી નાંખતાં આગળ ફેલાતી અટકી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ