ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 1365 કેસ, અમદાવાદમાં કુલ પોઝીટીવ કેસ 175 આવ્યા

272

ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

 

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 1365 કેસ, અમદાવાદમાં કુલ પોઝીટીવ કેસ 175 આવ્યા…

છેલ્લા ઘણા દિવસ થી ગુજરાત માં કોરોના ના કેસો વધી રહ્યા છે પરંતુ લોકો માં જાગૃતતા આવી નથી, શનિ રવિ ની રજાઓ મા લોકો ફરવા નીકળી જતા હોય છે જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતા વધી છે .

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 112336એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ પહોંચ્યો છે. જ્યારે 1335 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.61 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 74,781 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 153, સુરત 105, જામનગર કોર્પોરેશન 103, રાજકોટ કોર્પોરેશન 95, વડોદરા કોર્પોરેશન 84, રાજકોટ 51, મહેસાણા 50, વડોદરા 39, પાટણ 31, પંચમહાલ 29, મોરબી 28, બનાસકાંઠા 26, અમરેલી 25, ભાવનગર કોર્પોરેશન 24, અમદાવાદ 22, જામનગર 22, ગાંધીનગર 21, દાહોદ 20, જુનાગઢ 20, ભરૂચ 19, જુનાગઢ કોર્પોરેશન 19, સુરેન્દ્રનગર 19, તાપી 19, કચ્છ 18, ભાવનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગીર સોમનાથ 15, નવસારી 15, નર્મદા 14, બોટાદ 10, મહીસાગર 10, સાબરકાંઠા 10, દેવભૂમિ દ્વારકા 9, ખેડા 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 6, છોટા ઉદેપુર 4અરવલ્લી 2 કેસો મળી કુલ 1365 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 4, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ પહોંચ્યો છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ