ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં આજથી જામશે ચોમાસુ…

890
Published on: 2:27 pm, Fri, 23 July 21
  • ગુજરાતમાં વધી શકે છે વરસાદનું જોર
  • આજથી બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર
  • આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કરાઇ આગાહી, 
  • રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા
  • પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજથી ફરીથી ચોમાસુ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, ડાંગ, રવિવારે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, તો સોમવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં  ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માત્ર હળવા વરસાદ વરસી શકી છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદ થયો

ગુજરાતમાં આજથી ચોમાસાની જમાવટ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદ થયો છે.

લો પ્રશેર સર્જાવાને લીધે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને શક્યાતાઓ જોવા મળી રહી છે સાથે જ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે.આવતી કાલથી રાજ્યમાં ફરી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ શકે છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 26મી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

Four people killed as heavy rain leads to flooding in Gujarat, weather in  Mumbai improves

મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.

ગુજરાતમાં હજુ સુધી 8.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.76 વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે મોસમનો 27.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.28 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 21.90 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.68 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Heavy rains in south Gujarat and other parts of India | NewsTrack English 1

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317