Home ગુજરાત ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ

734

ગુજરાત 

વરસાદ ઇફેકક્ટ્સ

17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

  • અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે
  • 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી

અમદાવાદઃ ગુજરાતમાં 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીની પગલે ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી….
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ.

પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી  હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 13 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. જેથી 16 અને 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે આવામાં સૌથી મોટી પરેશાની ખેડૂતો માટે છે. કારણ કે, એકબાજુ ખેડૂતો પાક નુકસાનીથી પરેશાન છે, ત્યારે હજુ પણ 5 દિવસની વરસાદની આગાહીથી જગતનો તાતના માથે આભ તૂટી પડશે.

રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ