ઉત્તરાયણ
કોરોના કાળ વચ્ચે ઉત્તરાયણનો પર્વ સમગ્ર રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણે અનેક લોકોનાં ભોગ લીધા છે. તો અનેક લોકોને દોરી વાગવાથી ઈજા પહોંચી છે. રાજ્યમાં ધાબા પરથી પડી જવાના અને દોરીને કારણે ઈજા પહોંચી હોવાના 70 થી પણ વધારે બનાવો રાજ્યમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 2 લોકોનાં મોત પણ નિપજ્યા છે.
બપોરે 1 વાગ્યા સુધી જ રાજ્યમાં ઈમરજન્સીના 1200 કોલ્સ
ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓએ દોરી વાગવાના કે પડી જવાનાં 61થી વધુ બનાવો સામે આવ્યા છે. આ તમામ 61 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 1205 કોલ્સ ઇમરજન્સીના ગુજરાતભરમાથી સામે આવ્યા હતા. તો ગળું કપાઈ જવાને રાજ્યમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે.
અમદાવાદમાં 5 બનાવો, 2 લોકોનાં મોત
અમદાવાદમાં પતંગની દોરીના લીધે ગળું કપાવવાના અને ઇજાના શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 5 જેટલાં બનાવો બન્યા છે. વસ્ત્રાલમાં 3 જેટલાં લોકોને દોરી વાગતાં ગળા કપાયા છે. જ્યારે જુહાપુરામાં 1 અને વેજલપુરમાં પણ 1 વ્યક્તિનું દોરીનાં કારણે ગળું કપાઈ જતાં મોત નિપજ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને 108ની ટીમે સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે.
પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો યુવકનો જીવ
તો પંચમહાલમાં દોરીને કારણે ગળું કપાતા યુવકનું મોત નિપડજ્યું છે. આ ઘટના મોરવા હડફ ગોધરા હાઇવે પરની છે. ચાઈનીઝ દોરી ગળે ફસાતાં ગળું કપાઈ જતા બાઈકચાલક 30 વર્ષીય સુભાષ ખુમાભાઈ સિંગાડાનું મોત સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહેમદાવાદ તાલુકાના જીભઈ પુરા પાસે 55 વર્ષીય રમેશભાઈ પટેલને ગળાનાં ભાગે પતંગની દોરી આવી જતાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. બાઇક લઈને અમદાવાદથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે દોરી વાગવાથી તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. 108થી મદદથી તાત્કાલિક નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ