ટીકટોક
ટીકટોક ભલે ભારતમાં પ્રતિબંધિત થઈ ગઈ હયું પરંતુ તેણે અનેક કલાકારોને સ્ટાર બનાવ્યા છે. આવો જ એક સ્ટાર બનાસકાંઠાના સુઈગામમાં પેદા થયો જેનું નામ છે ચંદન રાઠોડ ટિકટોક પર જુદા જુદા વીડિયો બનાવી લોકોનું મનોરંજ કરતો અને લોકચાહના પણ મેળવી ગયો હતો. જોકે, આ ગુજ્જુ લવ ગુરૂંએ આપઘાત કરી લેવાની ચીમકી આપતો એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
હકિકતમાં તેના મતે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવતા એક વીડિયો બાદ તેને મોતની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ બાદ ગુજ્જુ લવ ગુરુએ પોતે આત્મહત્યા કરી લેવાની ચીમકી આપતો એક વીડિયો બનાવ્યો છે.
ચંદન રાઠોડે આ વીડિયોમાં કહ્યું કે ‘જો કોઈ મારી નાખવાની મરવાની વાત કરતા હોય તો હું એ કરવાનો નથી કારણ કે મારા ઘરનો હું એક માત્ર આધાર છે. મારા પર દેવું હતું એટલે હું મારા ઘરનું દેવું ભરવા માટે આ બધુ કરતો હતો. મારાથી જે ભૂલ થઈ છે તેના બદલ મેં માફી માંગી છે પરંતુ હજુ પણ લોકો મને ધમકી આપતા ફોન મેસેજ કરે છે. હું આજે રાત્રે સુસાઇડ કરી લઈશ અને એની જવાબદારી પ્રજાપતિ સમાજની રહેશે. તમે લોકો મારા ઘરનું દેવું ભરજો અને મારા પરિવારનું ધ્યાન રાખજો, બરાબર છે. આજે હું અલવિદા લઈશ, બાકી બધાને લવ યુ ઓલ, આજે મારું દિલ ખૂબ ખુશ છે.
આ વીડિયોમાં ચંદન કહી રહ્યો છે કે તેના કોઈ અગાઉના વીડિયોથી પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે. હકિકતમાં આ મામલે તપાસ કરતા માલુમ પડે છે કે ચંદનના કોઈ વીડિયોમાં તેણે કોઈ શબ્દપ્રયોગ કર્યો છે જે પ્રજાપતિ સમાજ માટે અપમાન જનક છે. આ મામલે ઉત્તર ગુજરાતમાં ધમસાણ મચી ગયું હતું અને ચંદન રાઠોડને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ચંદન રાઠોડ ઉત્તર ગુજરાતના સોશિયલ મીડિયામાં ‘ગુજ્જુ લવ ગુરુ’ના નામથી ફેમશ છે. જોકે, તેના મતે આ વીડિયો તે પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે તૈયાર કરતો હતો. સોશિયલ મીડિયાની આ શક્તિમાં એક નકારાત્મક શબ્દોએ આજે લવગુરુને મરવા મજબૂર કર્યો હોવાનો તેનો દાવો છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ બનાસકાંઠા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ