હજીરાના દરિયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી બોટ ઝડપાઈ, 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

505
Published on: 7:14 pm, Fri, 16 October 20

સુરત ગુજરાત

હજીરા ઍસ્સાર જેટી બોટ પોઈન્ટથી સાત નોટીકલ માઈલ દુર દરિયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી બોટ સાથે મરીન પોલીસે નાની દમણના ચારï જણાને ઝડપી પાડ્યા હતા.પોલીસે રૂપિયા ૧૩.૫૫ લાખનો ઈંગ્લીશ દારૂ,બોટ,મોબાઈલ અને જી.પી.આર.એસ મળી કુલ રૂપિયા ૧૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાઓની કબુલાતને આધારે ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર દમણના અને જથ્થો મંગવાનરા જુનાગામના બુટલેગરને વોન્ટેડ બતાવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાઓની કબુલાતને આધારે ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર દમણના અને જથ્થો મંગવાનરા જુનાગામના બુટલેગરને વોન્ટેડ બતાવ્યો છે.

હજીરા ઍસ્સાર જેટી બોટ પોઈન્ટથી સાત નોટીકલ માઈલ દુર દરિયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી બોટ સાથે મરીન પોલીસે નાની દમણના ચારï જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા ૧૩.૫૫ લાખનો ઈંગ્લીશ દારૂ, બોટ, મોબાઈલ અને જી.પી.આર.એસ મળી કુલ રૂપિયા ૧૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાઓની કબુલાતને આધારે ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર દમણના અને જથ્થો મંગવાનરા જુનાગામના બુટલેગરને વોન્ટેડ બતાવ્યો છે.

હજીરા પોલીસના જણાવ્યા મુજબ, મરીન પોલીસનો સ્ટાફ ગઈકાલે બપોરેï ચારેક વાગ્યે ઍસ્સાર જેટી બોટ પોઈન્ટથી સાત નોટીકલ માઈલ દરિયાના અંદરથી બોટ ઝડપી પાડી હતી. બોટમાં તપાસ કરતા અંદરથી વગર પાસ પરમીટની ગેરકાયદેર રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ, બીયર અને બોટકાના બોક્ષ નંગ-૨૭૧ જેની કિંમત રૂપિયા ૧૩,૫૫,૮૨૦ થાય છે.

બોટમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બોટમાં સવાર હરેશ છનીયા ઢોળીયા (ઉ…વ.૪૦,રહે, નાની માછીવાડ બરુડીયા શેરી), ધર્મેન્દ્ર બાબુ ઢોળીયા (રહે, ચિનીયા શેરી નાની દમણ), મનોજ માનકા ટંડેલ (ઉ.વ.૫૧.,રહે, માસ્ટર શેરી નાની દમણ)અને સંજય કાણીદાસ હળપતી(રહે, મરડદગામ ભાટી ફળિયુ નાની દમણ) અને નટવરલાલ નગીન હળપતી (રહે,ક઼ડીયાગામ માછીવાડ નાની દમણ)ની ધરપકડ કરી હતી.

મરીન પોલીસે ઈંગ્લીશ દારૂ, બોટ, મોબાઈલ નંગ-૪ અને જી.પી.આર.ઍસ મળી કુલ રૂપિયા ૧૬,૬૭,૩૨૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો. વધુમાં ઝડપાયેલા ખેપીયાઓની પુછપરછમા દારૂનો જથ્થો આશીષ નરસિંહ ટંડેલ અને જથ્થો હજીરાના જુનાગામના નરેશ પટેલે મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ