સુરતઃ હજીરા ONGC પ્લાન્ટમા બ્લાસ્ટ,સુરત ફાયર સહિત આસપાસના તમામ ફાયરો ઘટના સ્થળે,

748
Published on: 8:55 am, Thu, 24 September 20

સુરત ગુજરાત
ONGC માં ભયંકર આગ

સુરતના હજીરા ONGC માં ભયંકર આગ…24 સપ્ટે.2020 ની મધરાતીએ 3.15 કલાકે આગ લાગ્યા હોવાનો મેસેજ….સુરત ફાયર સહિત આસપાસના તમામ ફાયરો ઘટના સ્થળે.વહેલી સવારે હજીરા તરફના આકાશમાં ચારેકોર આવું દૃશ્ય સર્જાયું હતું આ વીડિયો સાડા ત્રણ વાગ્યાનો છે. ઘણા બધા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા આ આ આગ ઓએનજીસીની છે કે બીજી કોઇ કંપનીની તે અંગેની ચર્ચા ચાલી હતી. ઓએનજીસી મા થી સામાન્ય રીતે જે ગેસ નીકળે છે તે ઉપરાંત આ આગ બીજી જગ્યાએથી દેખાતી હતી. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

શહેરના કલેકટરે જણાવ્યું છેકે અત્યારે મહદઅંશે આગ કાબુમાં છે. મોડી રાત્રે 3 કલાક અને 5 મિનેટ3 બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.

હજીરા ખાતે આવેલ ONGC કંપનીમાં મોડી રાત્રે મોટો ધડાકો થયો હતો. આજુબાજુ ના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો. મુંબઈથી આવતી ગેસ પાઇપલાઇન માં લીકેજ ને કારણે બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.. હાલ આગ કાબુમાં લેવામાં આવી છે.આ વિડીયો જોઇ તમે અંદાજો લગાવી શકો કે સુરત ONGC માં લાગેલી આગ કેટલી વિકરાર છે.દુર દુરથી દેખાય રહ્યા છે આગના દ્રશ્યો.હજીરા ઓએનજીસી તરફ રાત્રે લાગેલી આગ આ રીતે બે જગ્યાએ જોવા મળી હતી સૂત્રોના જણાવ્યાનુસાર ત્રણ વાગ્યાની આસપાસ એક મોટો બ્લાસ્ટ થયો છે ત્યારબાદ આગ પ્રસરી હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઓએનજીસીની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી જેને કાબુમાં કરવા 5 ગાડીઓ મોકલે છે આ ઉપરાંત ઓએનજીસીની પોતાની વ્યવસ્થાઓ પણ મોટા પ્રમાણમાં હોય છે.