જાણો કોરોના વેક્સીન લીધા પછી પણ મંત્રી અનિલ વિજ કેવી રીતે સંક્રમિત થયા? નિષ્ણાતોએ જણાવ્યું કારણ

558
Published on: 6:36 pm, Sat, 5 December 20

હરિયાણા કોરોના વેક્સીન

હરિયાણાના ગૃહમંત્રી(સ્વાસ્થ્ય મંત્રાલયનો પોર્ટફોલિયો) અનિલ વિજ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે પોતે આ અંગેની માહિતી આપી હતી. એવું પણ કહ્યું હતું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવી લે. વિજ નવેમ્બરમાં કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં સામેલ થનારા પહેલા વોલન્ટિયર હતા.તો આ તરફ ભારતબાયોટેકે કહ્યું કે, કોવેક્સિન ક્લીનિકલ ટ્રાયલ બે ડોઝ શિડ્યુઅલ પર આધારિત છે. જે 28 દિવસના અંતરમાં આપવામાં આવે છે. આ વેક્સિનની અસર બીજા ડોઝના 14 દિવસ પછી ખબર પડશે. બંને ડોઝ લીધા પછી જ કોવેક્સિનની અસર થાય છે. બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે કોવેક્સિનના બે ડોઝ પૈકી અનિલ વીજે પ્રથમ ડોઝ જ લીધો હતો.

કોરોના સામે લડવા માટે ભારત બાયોટેકે કોવેક્સિન બનાવી છે, જેની હાલ દેશમાં ટ્રાયલ ચાલી રહી છે. ત્રીજી ટ્રાયલ 20 નવેમ્બરે શરૂ થઈ હતી. આ ફાઈનલ તબક્કામાં વિજને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મંત્રી વિજે આ ટ્રાયલ માટે પોતે વોલન્ટિયર બનવાની પહેલ કરી હતી. તેમને કો-વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હતો, પણ આ પહેલાં જ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા.

20 રિસર્ચ સેન્ટર પર ત્રીજી ટ્રાયલ

દેશનાં 20 રિસર્ચ સેન્ટર પર કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલ કરવામાં આવી રહી છે. લગભગ 26 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ સેન્ટરમાં PGIMS રોહતક પણ સામેલ છે. ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને આ ટ્રાયલ કરી રહ્યા છે. પહેલા બે તબક્કામાં જે લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી, તેમાં કોઈ આડ અસર જોવા મળી ન હતી. કોઈ પણ વોલન્ટિયરના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ પણ નથી.

કોવિડ-19ની રસીનો ડોઝ  લીધાના 15 દિવસ પછી હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ  કોરોના પોઝિટિવ થયા છે. આ સમાચાર જાણીને તમામ લોકો પરેશાન છે. આ સાથે જ વેક્સીનની અસરને લઈન અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો નું કહેવું છે કે અનિલ વિજ કોરોના પોઝિટિવ થયા તે માટે વેક્સીન પર શંકા કરવી યોગ્ય નથી.

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના પૂર્વ નિર્દેશક એમસી મિશ્રનું કહેવું છે કે અનિલ વિજે 20 નવેમ્બરના રોજ વેક્સીન ટ્રાયલ લીધી હતી અને હવે તેઓ કોરોના પોઝિટિવ થયા છે. આના પાછળ બે કારણ હોઈ શકે છે. પ્રથમ એવું કે કોઈ પણ વેક્સીનના ટ્રાયલ દરમિયાન અમુક લોકોને પ્લાસીબો (દવાના ભ્રમમાં કોઈ સામાન્ય પદાર્થ) આપવામાં આવે છે, જ્યારે અમુક લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવે છે. આવું કહેવામાં નથી આવતું. ફક્ત નોંધ રાખવામાં આવે છે.

એમસી મિશ્રનું કહેવું છે કે એવું શક્ય છે કે અનિલ વિજને પ્લાસીબો આપવામાં આવ્યું હોય, વેક્સીન નહીં. આથી તેઓ પોઝિટિવ આવે તો તેમાં કોઈ નવાઈ નથી. બીજી એવું કે અનિલ વિજને વાસ્તવમાં દવાનો જ ડોઝ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ વેક્સીન કારગર થાય તે માટે 28 દિવસનો સમય લે છે. 28 દિવસ દરમિયાન શરીરમાં એન્ટીબૉડીઝ બને છે. અનિલ વિજને ડોઝ આપ્યાને હજુ 18 દિવસ જ થયા છે. આ દરમિયાન તેમના શરીરમાં એન્ટીબૉડીઝ ન બની હોય અને તેઓ કોરોના સંક્રમિત થયા છે.

મિશ્ર કહે છે કે 15 દિવસમાં કોઈ પણ વેક્સીન કારગર નથી નીવડતી. આથી વેક્સીન પર શંકા કરવી યોગ્ય નથી. આવું થવું અમુક હદ સુધી શક્ય છે, આથી કોઈ પણ વેક્સીનની ક્ષમતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. ભારત બાયોટેક આ અંગે અનિલ વિજનો ડેટા ચકાસીને યોગ્ય જાણકારી આપશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ