હેલ્થ ટિપ્સ/ લગ્ન બાદ મહિલાનું વજન વધવા પાછળ આ કારણો છે ,ના-ના સેક્સ નહીં, પરંતુ આ કારણે વધે છે લગ્ન પછી ગર્લ્સનું વજન

967
Published on: 4:24 pm, Mon, 5 October 20

વજન

હેલ્થ ટિપ્સ

શું લગ્ન પછી તમારુ પણ વજન વધ્યું છે? ઓકે, મોટાભાગે આવું જોવા મળે છે કે લગ્ન બાદ મહિલાનું વજન વધી જાય છે. ખાસ કરીને ભારતમાં આવું થવું ખૂબ સામાન્ય બાબત છે. આ વજન વધવાને તો આપણે ત્યાં પાછું હેલ્ધી સાઇન ગણવામાં આવે છે. તેમજ મોટાભાગના માને છે કે લગ્ન બાદ રેગ્યુલર સેક્સ કરવાના કારણે મહિલાનું વજન વધે છે. અને તમે પણ આવું જ ધારતા હોવ તો હવે તમને સરપ્રાઇઝ મળવાની છે.

વજન વધવા પાછળ સેક્સનો કોઈ હાથ જ નથી
લોકો માને છે કે રેગ્યુલર સેક્સના કારણે થતા હોર્મોનલ ફેરફારથી સ્ત્રીની બોડી વધી જાય છે. પરંતુ એટલું યાદ રાખો કે કોઈપણ સાયન્ટિફિક પ્રયોગમાં પુરવાર નથી થયું કે રેગ્યુલર સેક્સથી કોઈના બ્રેસ્ટ મોટા થાય કે પછી હિપ્સનો આકાર ચેન્જ થાય. સેક્સ કોઈપણ રુપે વજન વધવા પાછળ જવાબદાર નથી.

ઘણા એવું માને છે કે પુરુષનું સીમેન સ્ત્રીના બોડીમાં જવાથી તેનું વજન વધે છે. પરંતુ જાણિતા ગાયનેકોલોજિસ્ટ ડો. આશા જૈન કહે છે કે હજુ સુધી ક્યાંય એવું જોવામાં નથી આવ્યું કે સીમેન સ્ત્રીના બોડીમાં જઈને ડાઈજેસ્ટ થવા માટે પેટમાં જાય કે પછી બ્લડમાં ભળીને તેના બોડીના બ્રેસ્ટ-હીપ્સ જેવા પાર્ટનો શેપ બગાડે. ખરેખર તો એક ઇજેક્યુલેશન દરમિયાન નીકળતા 2-3ml સીમેનમાં માત્ર 15 કેલેરી જેટલી ઉર્જા હોય છે.

જેવી લગ્નની તારીખ નક્કી થાય છે કે મોટાભાગની ગર્લ્સ જીમિંગ અથવા અન્ય એક્સર્સાઇઝ કરવા લાગે છે. પોતાના લગ્નમાં દરેક ગર્લ સ્લિમ અને ફ્લોન્ટ દેખાવા માગે છે. પરંતુ લગ્ન થઈ ગયા બાદ શું? પહેલા સુધી કરવામાં આવતી કસરત અચાનક બંધ થઈ જાય છે. તમારુ ફિટનેસ રુટિન બંધ થઈ જાય છે અને રેગ્યુલર રુટિન ચાલુ થઈ જતા વજન વધે છે.

નવપરણિત લોકો સામાન્ય રીતે બહાર અથવા સબંધીઓના ત્યાં જમતા હોય છે અને મિત્રોને પાર્ટી આપવી એ દરરોજનુ રૂટિન બની જાય છે. જેના કારણે ઘરનું ખાવાની તક ભાગ્યે જ મળે છે. મિત્રો, પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જવુ તમને ઘરના ભોજનથી દૂર કરી દે છે.લગ્ન પછી, નવપરણિત કન્યા રસોડામાં જવાનું શરૂ કરે છે. પતિને ખુશ કરવા માટે તેણે ઘરે પીત્ઝા, કેક, બર્ગર બનાવે છે. મોટાભાગની મહિલાઓ તેમના જીવનસાથી અથવા કુટુંબના સભ્યોને પ્રભાવિત કરવા માટે આરોગ્યને ભૂલી જાય છે અને આ રીતે દરરોજ વજન વધારાતો ખોરાક લેવાનું શરૂ કરે છે.

લગ્નની શરૂઆતમાં, તમને જીમમાં જવાનો મોકો નહીં મળે. શરીરને ઉર્જાવાન રાખવા માટે ચાલવું એ પણ એક સરળ રીત છે. દરરોજ ચાલીને તમારા શરીરને સક્રિય રાખો. જો તમને સવારે વહેલા ઉઠવાની ટેવ હોય, તો તમારા જીવનસાથી સાથે બહાર જાઓ અથવા જમ્યા પછી ચાલો.

જો તમારે ઘરની બહાર જવું ન હોય, તો પછી તમે વર્ચુઅલ યોગા ક્લાસિસમાં જોડાઇ શકો છો. કોરોનાને લીધે, લોકોમાં ઓનલાઇન ક્લાસિસનો ચસકો વધ્યો છે. જો તમે 30 મિનિટ માટે પણ યોગ કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તમે તમારા સાથીને તમારી સાથે યોગા કરાવી શકો છો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ