મહાવતના મોત પર અંતિમ દર્શન માટે પહોંચ્યો હાથી, આસપાસના લોકો આંસુ ન રોકી શક્યા, જુઓ વિડીયો..

866
Published on: 1:47 pm, Sat, 5 June 21
  • મહાવતની વિદાયમાં હાથીની ભાવભીની શ્રધ્ધાંજલિ
  • લોકોની આંખમાં પણ આવી ગયા આંસુ
  • 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા
  • સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો

જંગલી કે પાલતુ પ્રાણીના માણસ સાથેના પ્રેમના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. પ્રાણીને પણ લાગણીઓ હોય છે અને ખાસ કરીને તેના માલિક માટે તે ભાવુક હોય છે એટલે જે જ્યારે તેના માલિક પ્રાણીને છોડીને જાય ત્યારે પ્રાણીઓ પણ ભાવુક થાય છે. આવી જ એક ઘટના કેરળના કોટ્ટાયમમાં  સામે આવી છે. અહીંયા કેન્સરની  બીમારીથી પીડિત એક મહાવતનું  મૃત્યુ થયું હતું. પોતાના માલિક વગરલ વ્યાકુળ બની ગયેલા હાથીને તેના ઘરથી સુધી 20 કિલોમીટર સુધી ચાલીને લઈ આવવામાં આવ્યો હતો. જોકે, મહાવતના અંતિમ દર્શન જ્યારે વિશાળકાય હાથી આવી પહોંચ્યો ત્યારે લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ  થયો છે. જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

Elephant Emotional Video: મહાવતના મોત પર અંતિમ દર્શન માટે પહોંચ્યો હાથી, ભાવુક થઈ રડવા લાગ્યો

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથીએ તેના મહાવતને ભાવભીની અંતિમ વિદાય આપી છે. હાથીની આ અશ્રૂપૂર્ણ વિદાયનો વિડીયો ખૂબ જ ફેલાયો છે. આ કિસ્સો કેરળના કોટ્ટાયમનો છે. અહીં પલાટ બદ્માદાથન હાથીએ માસ્ટર ઓમાનાચેથનના મોત બાદ તેને અંતિમ વિદાય આપી હતી. મહાવતનું મોત કેન્સરના કારણે થયું હોવાની જાણકારી મળી રહી છે.

થોડા સમય સુધી હાથી મહાવતને જુએ છે. ત્યારબાદ તેને સૂંઢથી અડે છે. મહાવતના મૃત્યુથી દુખી હાથી રડવા લાગે છે. આ સીન લોકોને ખુબ ભાવુક કરી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયોને લાઇક અને શેર કરી રહ્યાં છે. સાથે કોમેન્ટ કરી ઇમોશનલ નોટ લખી રહ્યાં છે.

મહાવત 60 વર્ષથી કરતો હતો હાથીની સેવા

હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા

મળતી માહિતી અનુસાર ઓમાનાચેથન તેના હાથી પ્રેમના કારણે આસપાસના લોકોમાં જાણીતો હતો. તે હાથીની મનથી સેવા કરતા. પલાટ બ્રહ્માદાથનની તેઓએ 8 વર્ષ સેવા કરી હતી. લકાતૂર ગામના રહેનારા ઓમાનાચેથન 3 જૂને કેન્સરથી લડીને હાર્યા, તેમની ઉંમર 74 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317