ધોધમાર વરસાદે અમરેલી જિલ્લા ના આંબરડીમાં ઘમરોળ્યું, ટ્રેકટર સહિતના વાહનો તણાયા, ભારે વરસાદની આગાહી..

979
  • આંબરડી ગામમાં ઘોડાપુરની સ્થિતિ
  • વરસાદે ઘમરોળ્યું ગામ
  • નવસારીમાં 4, અમરેલીમાં 3.5 ઈંચ
  • મીની ટ્રેક્ટર અને 4 બાઈક તણાયા
  • આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પણ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે વલસાડ, ડાંગ, નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં પણ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ થયો હતો.

રાજ્યમાં વલસાડમાં બુધવારેથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે અનરાધાર વરસાદ વરસ્યો છે. બપોરે એક કલાકમાં 4થી 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. અનરાધાર વરસાદના કારણે આંબરડી ગામના મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે પાણીના પ્રવાહમાં એક મીની ટ્રેક્ટર અને 4 બાઈક તણાયા હતા. તો ગામમાં આવેલી SBI બેંકના મકાનમાં પણ પાણી ઘૂસ્યા હતા.

રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.તો આંબરડી ગામની બજારમાં નદીની માફક ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના લોધિકા, છાપરા, દેવગામ, ઇશ્વરીયામાં ભારે વરસાદ હતો. લોધિકા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગામની મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પાણી ઘૂસી ગયા હતા. જો કે, વરસાદ થમતા પાણી ઓસર્યા હતા. અમરેલીમાં સતત એક સપ્તાહથી સતત વરસાદના કારણે નદી- નાળાઓ છલકાઈ રહ્યા છે. ત્યારે ચરખડીયા ગામે આવેલી ખારી નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે. ચરખડિયાની ખારી નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે પહોંચ્યા હતાં. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સતત એક સપ્તાહ સુધી વરસાદના કારણે ધારીના ચલાલાની ડીંડક્યો નદીમાં પૂર આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા ડીંડક્યો નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા લોકો નદીએ પહોંચ્યા હતાં. સતત વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317