મોટા સમાચાર : ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ..

752
 • વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
 • રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
 • રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના
 • ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો
 • કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી: જસ્ટિસ
 • આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

ગુજરાત હાઇકોર્ટની ટકોર: 'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'

ગુજરાત હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?

 • કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
 • હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
 • કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
 • રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
 • જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
 • 3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
 • વિકેન્ડ કર્ફ્યુ બાબતે પણ નિર્ણય લેવા ટકોર

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે.

Gujarat High Court seeks state govt's reply over incomplete LRD question paper

ગુજરાતમાં કોરોના કેટલાય દિવસોથી હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસનાં આંકડા રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. સોમવારે 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાના 15 દર્દીઓના મોત થયા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317