ગુજરાત : પેટ્રોલ ડીઝલ બાદ એલ.પી.જી ગેસ ના બાટલા માં ઝીકાયો એકસાથે આટલો ભાવ વધારો..

1287
Published on: 9:24 am, Wed, 6 October 21
  • નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોની કિંમતોમાં ફરી વધારો
  • ગઈકાલે પેટ્રોલ ડીઝલ માંના ભાવ માં પણ વધારો થયો હતો.
  • દિલ્હી -મુંબઈમાં સિલેન્ડરની કિંમત 884.50 રુપિયા થઈ
  • પેટ્રોલ ગુજરાત માં 100 રૂપિયા માં 1 લીટર
  • આ વખતે એલપીજી સિલેન્ડરનો ભાવ 1000 રુપિયાને પાર થઈ જશે.

નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોની કિંમતોમાં બુધવારે એટલે કે 6 ઓક્ટોબરે એક વાર ફરી વધારો કરાયો છે.  આ પહેલા એક ઓક્ટોબરે ફક્ત 19 કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધારવામાં આવ્યા હતા. દિલ્હી -મુંબઈમાં નોન સબ્સિડી વાળા ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમત 884.50 રુપિયા થઈ ગયા છે. 4 મહિનામાં LPG સિલિન્ડરમાં રૂ.75નો વધારો નોંધાયો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.15નો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં LPG સિલિન્ડરનો ભાવ રૂ.891.50 થયો છે. જૂન 2021માં LPG સિલિન્ડરનો ભાવ રૂ.816  હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 30 પૈસા અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું 52 પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. 24 સપ્ટેમ્બરગથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.

ઓક્ટોબર માં કોઈ વધારો થયો નહોંતો, ત્યારે એક  સપ્ટેમ્બરે 14.2 કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં 25 રુપિયાનો વધારો થયો હકો. આ પહેલા પેટ્રોલિયમ કંપનીઓે 18 ઓગસ્ટે ગેસ સિલેન્ડરની કિંમતમાં 25 રુપિયાનો વધારો કર્યો હતો. ગત એક વર્ષમાં ઘરેલુ એલપીસી સિલેન્ડરની કિંમત દિલ્હીમાં 305.50 રુપિયા વધી ચૂકી છે. જ્યારે હવે સબ્સિડી પણ નથી આવી રહી.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

જુલાઈ અને ઓગસ્ટમાં ભાવ વધ્યા હતા. મેમાં તથા જૂનમાં ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એપ્રિલમાં એલપીજીના ભાવમાં 10 રુપિયાનો કાપ મુકવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલેન્ડરના ભાવ 694 રુપિયા હતો. જેને ફેબ્રુઆરીમાં વધારીને 719 રુપિયા સિલેન્ડર કરવામાં આવ્યો છે. 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રુપિયા કરી દેવામાં આવે છે. આ બાદ 25 ફેબ્રુઆરીએ એલપીજી સિલેન્ડરના ભાવ 794 રુપિયા કરી દેવામાં આવ્યા છે. માર્ચમાં એલપીજી સિલેન્ડરના પ્રાઈસને 819 રુપિયા કરી દેવામાં આવ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317