હિમાચલ : ભૂસ્ખલનથી પહાડ પરથી મોટા-મોટા પથ્થરો પ્રવાસીઓની ગાડી પર પડ્યા, 9 ના મોત, અનેક ઘાયલ..

747
Published on: 2:47 pm, Mon, 26 July 21
  • કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બન્યો
  • 9 ના મોત, 3 ઘાયલ
  • ગાડીમાં સવાર 9 લોકોના મોત, ત્રણ ઘાયલ 
  • સાથે જ જિલ્લામાં આભ પણ ફાટ્યું 
  • અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયા વળતર

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં એક મોટો અકસ્માત થયો છે. સાંગ્લા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. સાંગ્લા જતા પ્રવાસીઓથી ભરેલા વાહનના માર્ગમાં  ભૂસ્ખલન થયું હતું. પ્રવાસીઓ છત્તીસગઢના હોવાનું જણાવાયું છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં એક જયપુર રહીશ આયુર્વેદ ડૉક્ટર દીપા શર્મા પણ હતા. દીપા પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કુદરતની જે ખુબસુરતી વિશે તેઓ સોશિયલ મીડિયા પર પરિવાર અને મિત્રોને જણાવી રહ્યા હતા તે પોસ્ટ તેમના જીવનની અંતિમ પોસ્ટ હશે.

Himachal Landslide

ડૉક્ટર દીપાના ભાઈ મહેશકુમાર શર્માએ તેમના મોત અને પ્રકૃતિ પ્રત્યે તેમના પ્રેમ અંગે ટ્વીટ કરીને દુખદ જાણકારી શેર કરી. તેમણે લખ્યું કે મારી બહેન દીપા 29 જુલાઈના રોજ તેના આગામી 38માં જન્મદિવસના અવસરે સ્પીતિ મુલાકાતે ગઈ હતી. તે આ ટ્રીપને લઈને ખુબ જ ખુશ અને ઉત્સાહિત હતી. આ મુસાફરી માટે તેણે નવો પ્રોફેશનલ કેમેરો અને સ્માર્ટ ફોન પણ ખરીદ્યો હતો. તેને પ્રકૃતિથી ખુબ જ પ્રેમ હતો. પરંતુ હવે તે પ્રકૃતિની ગોદમાં સમાઈ ગઈ છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે

પર્વત પરથી મોટા પથ્થરો લપસી ગયા અને ઝડપથી નીચે આવી ગયા અને પુલ ઉપર પડી રહ્યા હતા.  ત્યાં ચાલી રહેલા બાંધકામના કામને પણ ભારે નુકસાનની માહિતી છે. ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલ ફોનમાં આ ભયાનક દ્રશ્ય કેદ કર્યું.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ કહ્યું કે, પહાડ પરથી પથ્થરો સતત પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે સરકાર પાસેથી એક હેલિકોપ્ટરની માંગ કરવામાં આવી છે, જેને ટૂંક સમયમાં પહોંચવાની ખાતરી આપવામાં આવી છે. કિન્નૌર ડીસી આબિદ હુસેન સાદિક, એસપી એસઆર રાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા 9 લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હાલ મળી જાણકારી અનુસાર કિન્નોર જિલ્લામાં પર્વતમાંથી ભેખડ ધસી પડતાં ત્યાં ફરવા આવેલા પર્યટકોની ગાડી આ ઘટનામાં આવી ગઈ. ગાડી પર આ ભેખડ પડતાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. સામે આવ્યું છે કે ગાડીમાં સફર કરી રહેલા આ બધા પ્રવાસીઓ દિલ્હી અને ચંડીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે તેમને હાર્દિક શોક છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે પીએમઓએ ટ્વિટ કર્યું છે કે, હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભયાનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50 હજાર આપવામાં આવશે.

કિન્નૌરની સાંગ્લા ઘાટીમાં અચાનક ભૂસ્ખલ થતાં દિલ્હીથી આવેલાં 9 પ્રવાસીઓના મોત થઈ ગયા. જ્યારે 3 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ દ્રશ્યો એક પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી લીધાં. હવે ઈન્ટરનેટ પર આ દ્રશ્યો ખતરનાક વાયરલ થઈ રહ્યાં છે.

Video કિન્નૌર

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317