પોલીસકર્મીઓના ગ્રેડ પે આંદોલનને લઈને મોટા સમાચાર, સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે!..

756
Published on: 4:47 pm, Tue, 26 October 21
  • ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન 
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર
  • જાણો ગૃહરાજ્ય મંત્રીએ શું કહ્યું
  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક
  • સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. પોલીસના ગ્રેડ-પે મામલે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે અને પોલીસ કર્મચારીઓની 23 માગણી મુદ્દે મંથન કરવામાં આવી રહ્યું છે.

પોલીસ વિભાગ દ્વારા એવી પણ સુચના આપવામાં આવી છેકે, ગુજરાત પોલીસનું નીચું દેખાડવા અન્ય રાજ્યની સાથે ગુજરાતની ખોટી સરખામણી થઈ રહી છે. જે અંગે પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી સાતમાં પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જે પ્રમાણે ગેરમાર્ગે દોરી રહેલા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. પોલીસ અધિકારીએ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત પોલીસને પગાર ઓછો હોવાની વાતને ભ્રામક ગણાવી છે અને સરકાર રાજ્યના પોલીસકર્મીઓને પગાર ભથ્થા સાથે અન્ય સુવિધાઓ આપતી હોવાનું જાહેર કર્યું છે.

આ બેઠકમાં હાલ ગૃહવિભાગના જ ઉચ્ચાધિકારીઓ જ ઉપસ્થિત છે, નાણા વિભાગના કોઈ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળી પહેલા પોલીસ કર્મીઓનો ચોક્કસ રાહતના સમાચાર મળી શકે છે,

પોલીસના ગ્રેડ-પેના આંદોલન અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, કોઈપણ વિષય અંગે યોગ્ય રીતે અમારી પાસે મૂકવામાં આવ્યા હોય તો અમે ખૂબ હકારાત્મક અભ્યાસ કરતા હોઈએ છીએ. આ સંદર્ભે આજે ફરી સમગ્ર કેસની તપાસ કરીને નિવેદન આપવામાં આવશે, તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું. સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે આ મુદ્દાને પોઝિટિવ રીતે જોઈશું.

પોલીસના ગ્રેડ-પે મુદ્દે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે! જાણો ગૃહરાજ્ય મંત્રીએ શું કહ્યું

આ સમગ્ર મામલામાં હવે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે. ધાનાણીએ પહેલાં ટ્વીટ કરીને પોતે પોલીસ આંદોલનમાં તેમની સાથે હોવાની વાત કરી છે. ત્યાર બાદ ધાનાણીએ પોલીસનો ગ્રેડ-પે વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસાઇ સહિતના જવાનોનો ગ્રેડ-પે સુધારવા રજુઆત કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હવે આ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317