તંત્રનું બુલડોઝર ફેરવાયા બાદ મહિલાએ રડતા-રડતા કહ્યું- અમારા બાળકોનું શું ?, બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું

591
Published on: 7:11 pm, Tue, 13 July 21
  • ચોમાસામાં માનવતા નેવે મૂકી કોર્પોરેશને ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવી દેતાં મહિલાઓમાં આક્રંદ
  • રાજકોટના વોર્ડ નંબર 13માં ખોડિયારનગરમાં ટીપી રોડને લઈ 80 મકાન પર બુલડોઝર ફરી વળ્યું
  • તંત્રનું બુલડોઝર ફેરવાયા બાદ મહિલાએ રડતા-રડતા કહ્યું- અમારા બાળકોનું શું 
  • 80 મકાનોને તોડી પાડવામાં આવ્યા 
  • પરિવારજનોની સામે તેમના મકાન તોડી પાડવામાં આવ્યા

રાજકોટ મનપા દ્વારા આડજે વોર્ડ નંબર 13માં ડિમોલેશનની કામગરી કરવામાં આવી. જે કામગીરીમાં 80 જેટલા કાચા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જોકે જેમના ઘરોનું ડિમોલેશ કરવામાં આવ્યું છે. તેઓ ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેમની હાલત છે. કારણકે તેમની આંખોની સામેજ તેમના ઘરોને તોડી પાડવામાં આવ્યા છે.

રાજકોટના વોર્ડ નંબર 13માં ખોડિયારનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં 80 મકાન પર બુલડોઝર ફરી વળતાં 120 પરિવાર રસ્તા પર આવી ગયા છે.જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી. 120 પરિવારની ઘરવખરી રસ્તા પર પલળતી જોવા મળી હતી. એક માતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, નેતાઓ મત માગવા આવે છે પણ ઘર પડે તો ડોકાતા પણ નથી. બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું.

જોકે જે પણ ઘરોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તે લોકોને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. આ ડિમોલેશનની કામગીરી વખતે 200 જેટલા પોલીસ જવાનોને સાથે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી.

એક તરફ, રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ થોડી પણ માનવતા નેવે મૂકી કોર્પોરેશન તંત્ર ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જોકે સ્થાનિકોના મુજબ માત્ર ત્રણ દિવસની ટૂંકી નોટિસમાં જ કાર્યવાહી કરવામાં આવી છે. એક તરફ, ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ, લોકોનાં ઘર પડી રહ્યાં છે. તમામ સામાન રસ્તા વચ્ચે શેરીમાં મૂકવામાં આવ્યો છે, જે પલળી રહ્યો છે.

આ કામગીરી સમયે ઘણા પરિવારનો ઘરનો સામાન રસ્તા પર જોવા મળ્યો હતો. જે લોકોના ઘર તૂટ્યા હતા તે લોકો ત્યાજ ધ્રુસકેને ધ્રુસકે રડતા જોવા મળ્યા. તેમની આંખોની સામેજ તેમના ઘરો પર જેસીબી મશીન ફરેવી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે તેમને નોટીસ આપી તેના થોડાકજ દિવસોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

ચાલુ વરસાદમાં ઘરવખરી શેરીમાં પલળી રહી છે.

સ્થાનિક મહિલાઓએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મત માગવા ટાણે નેતાઓ આવે છે, પરંતુ આવી તકલીફ હોય ત્યારે પૂછવા પણ નથી આવતા કે તમે શું કરશો. હાલ વરસાદમાં તમામ સામાન પલળી ગયો છે. અમે ક્યાં જઇએ, આજે કંઈ રીતે રસોઈ બનાવવી એ કંઈ સમજ પડતી નથી. નાનાં બાળકો ભૂખ્યાં થાય તો તેને શું ખવડાવીશું એની ચિંતા પણ કોરી ખાય છે. ચોમાસામાં ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી સ્થિતિ થઇ ગઇ છે. વર્ષોની કમાણી અમે ગુમાવી દીધી છે.

સ્થાનિકો હાલ તેમના ઘરવખરીના સામાન સાથે રોડ પર આવી ગયા છે. જેથી તેમની માગ છે કે તેમને રહેવા માટે મનપા દ્વારા વ્યવસ્થા કરાવી આપવામાં આવે. કુલ 80 જેટલા મકાન અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે તેમા રહેતા પરિવારોની છત છીનવાઈ ગઈ છે. અને તેઓ રસ્તા પર આવી ગયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317