દર્દીએ ઓક્સિજનની પાઇપ નીકળી જતા માર્યો ઇમરજન્સી બેલ, કોઈ સ્ટાફ ન આવ્યો, આખરે દર્દી નું મોત

761
Published on: 11:52 am, Sun, 27 December 20

આણંદ ગુજરાત

હાલમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીને કોઈ દર્દીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય એવી ઘટના સામે આવી રહી છે. આણંદમાં આવેલ નામાંકિત તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી.

 આ અંગે તબીબ અજય કોઠીયાલાએ જણાવ્યું હતું કે, દર્દીની ઓક્સિજનની નળી નીકળી જતા અને હૉસ્પિટલના સ્ટાફે યોગ્ય સમયે કાળજી ન લેતાં દર્દીનું મોત નીપજ્યું છે તેવું દર્દીના પરિવારજનોનું કહેવું છે. પ્રાથમિક તબક્કે ફરજ પર હાજર સ્ટાફની બેદરકારી હોવાનું જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સ્ટાફ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દર્દીનું ઓક્સિજન લેવલમાં અતિશય ઘટાડો થઈ જતાં તરફડીયા મારી રહેલ દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો હોવાં છતાં હાજર સ્ટાફ તથા ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નીપજ્યું હતું. જેને કારણે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી હતી. ઘટનાની ગંભીરતાને સમજી હોસ્પિટલમાં આવી પહોંચેલ ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું.

ડોક્ટર-નર્સિંગ સ્ટાફ હાજર હોવાં છતાં પણ કોઈએ દર્દીનો બેલ રિસીવ ન કર્યો :
આ દુઃખદ ઘટના અંગે ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલની ભૂલ તેમજ પોતાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, દર્દીના પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે જેનું અમને ખુબ દુઃખ છે. દર્દી કોરોનાને લીધે ICUમાં હતા જ્યાંથી સારવાર પછી સારું થતા તેઓને પ્રાઇવેટ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો હતો પણ રૂમની સામે જ આવેલ નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ કર્યો ન હતો. ત્યારબાદ દર્દીએ ઘરે કોલ કર્યો તથા ઘરેથી દવાખાને કોલ કર્યો હતો પણ ફરજ બજાવી રહેલ ડોક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું.

સ્ટાફની ભૂલ પણ મારી જ જવાબદારીઃ ડો. અજય કોઠીયાલા
​​​​​​​ડો.અજય કોઠીયાલાએ સ્વીકાર્યું હતું કે, ઓક્સિજન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા હોઈએ તો તે
જવાબદારી મારી છે. જો કે, સ્ટાફની ભૂલ પણ મારી જવાબદારી છે પણ હું હોઉં નહીંને આવી સ્થિતિનું નિર્માણ થાય તો તેની જવાબદારી હાજર રહેલ નર્સ તથા સ્ટાફની છે. જે બાબતે યોગ્ય તપાસ કરીને ફરિયાદ કરવામાં આવશે તેમજ જવાબદાર સ્ટાફને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવશે.

 મળતી માહિતી પ્રમાણે, આણંદ તાલુકાના બોરીઆવી ગામના ભુપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થતા તેમને આણંદની અપરા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને હોસ્પિટલના આઈસીયુમાં સારવાર આપ્યા બાદ તબિયત સુધરતા આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. પરંતુ ઓક્સિજન લેવલને ધ્યાનમાં રાખી તેઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા.

રાત્રે સ્ટાફ શું કરતો હતો?: દર્દીના પરિવારજન
મૃતકના ભાણી પીનલબેન પટેલે આક્રોશ સાથે કહ્યું હતું કે, સવારે ઘરે કોલ આવ્યો કે, તેઓની રૂમમાં કોઈ જ નથી. તેઓને ઓક્સિજનની તકલીફ પડે છે. અમે કોલ કરીએ છીએ તો કોઈ જ રિસીવ ન હતું કરતુ. ત્યારપછી રિસેપ્શનિસ્ટને કોલ કરતા તેણે કહ્યું હતું કે, બધાં સ્ટાફ દર્દીની રૂમે પહોંચી ગયો છે.

આ દરમિયાન પરિવારજનોએ હૉસ્પિટલ ખાતે ઉપસ્થિત અન્ય સંબંધીને ફોન કરીને જણાવ્યા બાદ ફરજ પરના તબીબ તથા નર્સ તપાસ કરવા ગયા હતા. પરંતુ તેઓનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પરિવારજનોને જાણ થતાં જ તેઓ તુરંત જ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આ અંગે તબીબ અજય કોઠીયાલાએ જણાવ્યું હતું કે, દર્દીની ઓક્સિજનની નળી નીકળી જતા અને હૉસ્પિટલના સ્ટાફે યોગ્ય સમયે કાળજી ન લેતાં દર્દીનું મોત નીપજ્યું છે તેવું દર્દીના પરિવારજનોનું કહેવું છે. પ્રાથમિક તબક્કે ફરજ પર હાજર સ્ટાફની બેદરકારી હોવાનું જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સ્ટાફ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ