રાજ્ય સરકારે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, જાણો વધુમાં…

653
Published on: 3:20 pm, Tue, 8 June 21
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
  • હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્ષથી મુક્તિ
  • વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ નહીં, એક્ચ્યુઅલ લેવાશે
  • 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ માટે ટેક્ષ નહી 
  • વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે

કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન રાજ્યમાં લદાયેલા આંશિક લૉકડાઉને કારણે હોટેલ- રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે તેમને આર્થિક રાહત આપવા માટે સરકારે એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

Property tax guide: Importance, calculation and online payment | Housing  News

કોરોના મહામારીમાં ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપી છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ માટે ટેક્ષ મુક્તિ આપી છે. આજે મળેલી કોરકમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે. આ સાથે વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય કરાયો છે. ખરેખર વીજ વપરાશ હોય તેના પર જ વીજબીલ આકારી ચાર્જ વસૂલાશે.

કોર કીમીટી ની મીટિંગમાં લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર ગ્રૂપની મીટિંંગમાં આ ક્ષેત્રને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મૂક્તિ આપવામાં આવી છે. આ એકમોને વીજબિલમાં ફિક્સ ચાર્જમાંથી મૂક્તિ આપવામાં આવી છે. ખરેખર જેટલો વીજ વપરાશ થયો હશે તેના પર જ બિલ આકારીને ચાર્જ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રીસોર્ટ અને વોટર પાર્ક લાંબા સમયથી બંધ છે જેના કારણે તેના સંચાલકોને વ્યાપક આર્થિક નુકસાન ભોગવવું પડે છે. હોટલ- રેસ્ટોરાં પણ માત્ર ટેકઅવે સુવિધા પુરતા ચાલું છે.

Hotel Closed During The Coronavirus Era Now Hit By Electricity Bill,  Businessmen Upset - कोरोना काल में बंद पड़े होटलों पर अब बिजली बिलों की  मार, कारोबारी परेशान - Amar Ujala Hindi

ખરેખર થયેલા વીજ વપરાશનો ચાર્જ લેવાશે

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317