હવે મેચ ‘ખાલી’ સ્ટેડિયમમાં : પૈસાની લાંલચ માં દર્શકોની ભીડ ભેગી કરનારા GCAને હવે બુદ્ધિ આવી, ટિકિટ લઈ લીધી છે તો આ રીતે મળશે રિફંડ..

491
Published on: 12:22 pm, Tue, 16 March 21
  • 16,18 અને 20 માર્ચની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય
  • દેવામાં દબાયેલા GCAએ પૈસા કમાવવા લોકોના જીવ જોખમમાં મુકી હજારોની ભીડ એકઠી કરી હતી
  • પ્રક્ષકોને પરત મળશે બાકીની 3 મેચની ટિકિટના પૈસા 
  • ઓનલાઇન બુક કરનારને ખાતામાં જમા થશે પૈસા 
  • ઓફલાઇન બુકિંગ કરાવનારને વિન્ડો પરથી મળશે રીફંડ

અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં દરરોજે 700થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. પોલીસ તથા સત્તાવાળાઓએ ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે સામાન્ય પ્રજા માથે પસ્તાળ પાડી છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની કાર્યવાહીનું કડકપણું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું (GCA) નામ પડતાં જ ગાયબ થઈ જાય છે. જેને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો. આ રોષને લઈ આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લીધો છે.

રવિવારની મેચમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને GCAએ તિજોરી ભરવી હતી

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની લ્હાયમાં GCA દેવાના ડુંગર તળે દબાઈ ગયું છે. આવામાં પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર કરવા GCA લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાની તિજોરી ભરવા માગતું હોવાની પણ ચર્ચા ઉઠી હતી. GCA આવું કરે તો કરે, પરંતુ રાજ્ય સરકાર પણ અમદાવાદની જનતામાં કોરોના વિસ્ફોટ થવા દેવાના જોખમે GCAની આ વૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યું હતું.

બાકીની ત્રણ મેચો માં દર્શકો નહી હોય : GCA

India vs England: Pictures of the world's largest cricket stadium in  Motera, Ahmedabad

આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 10 વાગ્યે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે જીસીએદ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે જીસીએ દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચા વિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ 16, 18 અને 20 માર્ચ, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે. ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે.

રવિવારની મેચમાં દર્શકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ વિના કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા જોવા મળ્યા હતા. - Divya Bhaskar

65 હજાર ટિકિટનું વિતરણ કરાયું હતું

અત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 ક્રિકેટ સિરિઝ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. કહેવા ખાતર તો GCA દ્વારા 1.30 લાખની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં 50% લેખે 65 હજાર ટિકિટનું વિતરણ કરાયું છે. પરંતુ રવિવારની મેચના દૃશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે સ્ટેડિયમ ખીચો-ખીચ ભરેલું હતું અને જૂજ દર્શકે માસ્ક પહેરેલું હતું. સ્ટેડિયમમાં ભીડ તો એટલી હતી કે જાણે એકબીજાના ખોળામાં બેસવાનું જ બાકી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન માધ્યમથી બુકિંગ કરાવનારને ખાતામાં ટિકિટના પૈસા પરત મળશે જ્યારે ઓફલાઇન બુકિંગ કરાવનારને વિન્ડો પરથી રીફંડ આપવામાં આવશે. તો બુક માય શૉ રીફંડ માટે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડશે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317