ગેઈલને બેટ ફેંકવું ભારે પડી ગયું, દંડ ફટકારાયો, મેચ ફીના 10 ટકા રકમ દંડ તરીકે ભરવી પડશે

753
Published on: 5:06 pm, Sun, 1 November 20

આઈપીએલ

કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેઈલ ઉપર મેચ રેફરીએ દંડ ફયકાર્યો છે. ગેઈલને આઈપીએલની આચારસંહિતા તોડવાનો દોષિત ઠેરવાયો છે જેથી તેણે હવે મેચ ફીની 10 ટકા રકમ દંડ તરીકે ભરપાઈ કરવી પડશે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના મેચ દરમિયાન ગેઈલે આઉય થયા બાદ મેદાન ઉપર બેટનો ઘા કર્યો હતો. તેના ઉપર આઈપીએલની આચારસંહિતાના લેવલ-1નો દંડ લગાવાયો છે. ગેઈલ પર ખેલ ભાવનાને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવાયો છે.

રાજસ્થાન વિરુદ્ધ ક્રિસ ગેઈલે તોફાની ઈનિંગ રમી હતી. ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવનારો ગેઈલ આઈપીએલમાં પોતાની સાતમી સદી નજીક પહોંચી ગયો હતો. 19મી ઓવરમાં જોફ્રા આર્ચરના ત્રીજા બોલે ગેઈલે શાનદાર છગ્ગો લગાવીને 99 રનના સ્કોરે પહોંચ્યો હતો. ગેઈલના બેટમાંથી વધુ એક સદી બનશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ચોથા બોલ પર તે બોલ્ડ થઈ ગયો હતો. યોર્કર લેન્થનો બોલ સૌથી પહેલાં ગેઈલના બેટને સ્પર્શ કરીને સ્ટમ્પ સાથે ટકરાઈ ગયો હતો. આ પછી ગુસ્સામાં આવેલો ગેઈલ બેટને જમીન પર પટકાવવા માગતો હતો પરંતુ બેટ હવામાં ફેંકાઈને મીડ વિકેટ તરફ પડ્યું હતું.

જો કે બાદમાં ગેઈલે પેવિલયન પરત ફરતાં આર્ચર સાથે હાથ પણ મીલાવ્યો હતો.ગેઈલે આ મેચમાં માત્ર 63 બોલમાં 99 રનની દમાકેદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવ્યા હતા એટલે 72 રન તો તેણે માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. રાહુલ સાથે ગેઈલે બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. આ વર્ષના આઈપીએલમાં ગેઈલના બેટમાંથી ત્રીજી અર્ધસદી નોંધાઈ હતી. હવે સૌથી વધુ છગ્ગા લગાવવાની દોડમાં ગેઈલ ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધીમાં 23 છગ્ગા લગાવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.