આખરે IPL 2021 સસ્પેન્ડ, અનેક ખેલાડી કોરોના સંક્રમિત થયા બાદ BCCIએ લીધો નિર્ણય, જાણો હવે ક્યારે રમાશે..

727
Published on: 4:27 pm, Tue, 4 May 21
કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021ને સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટી કરી

દેશમાં કોરોના વાયરસના કેસ વધતા આઈપીએલ 2021 સ્થગિત કરવામાં આવી છે. આ સિઝન માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલોની બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સમાચાર સંસ્થા એએનઆઈની જાણકારી આપી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સમાં કોરોના પહોંચતા ધીરે ધીરે ચેપ વધવાની શક્યતાઓ જણાઈ રહી હતી. તેવામાં આખરે બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021 ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. વધતા કેસને જોતા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા.

IPL 2021 Suspended Amid increasing cases Corona Positive players teams

સોમવારે પહેલા કોલકારા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થનારી મેચને કોરોનાના કેસને પગલે ટાળવામાં આવી હતી. આ મેચ અમદાવાદમાં રમાનાર હતી પરંતુ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા.

લીગના ચેરમેન બ્રજેશ પટેલે કહ્યું, ‘ટૂર્નામેન્ટને અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. અમે આગળના ઉપલબ્ધ સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ મહિને તો એવી કોઈ જ સંભાવના નથી.’

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિદેશ સહિત તમામ ખેલાડી બબલમાં જ રહેશે. તે ઘર નહીં જાય. બીસીસીઆઈ એ જાણવા માગે છે કે કોરોનાથી બચાવની સાથે શું ખેલાડીઓને 2-3 જૂન સુધી બાયો બબલમાં રાખી શકાય છે કે નહીં. તેના માટે તમને એક સપ્તાહ અથા તેનાથી વધારે સમય લાગશે. એટલે ત્યાં સુધી આ સીઝન સસ્પેન્ડ જ છે.

Corona: આખરે IPL 2021 સસ્પેન્ડ, સતત ખેલાડીઓ થઈ રહ્યા હતા કોરોના પોઝિટિવ

BCCIને બે હજાર કરોડનું નુકસાન

IPLને સસ્પેન્ડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ 2000 કરોડનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ BCCIને કરોડોનું નુકસાન થશે.

જ્યાં મેચ રમાવાની હતી એ શહેરોની હાલત હતી નાજુક

આઈપીએલની આગામી મેચ અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં યોજાવાની હતી. જોકે, ચાર શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો હતો અને સ્થાનિક તંત્ર સાથે લોકોની હાલત ખરાબ છે. અહીં, પાછલા કેટલાક દિવસોમાં, કોરોના 5000થી લઈને 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહેલાં જ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

ખેલાડીઓ પોઝિટિવ આવવા લાગતા ચિંતા વધી હતી

હકીકતમાં આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317