સુરતના કતારગામમાં જૈનમ પાપડમાં કામ કરતી મહિલાઓને લોકડાઉનનો પગાર આપ્યા વગર કામ પરથી છૂટા કરાતા ધરણા પ્રદર્શન જાણો વિગત ..

603
Published on: 4:37 pm, Mon, 9 November 20

સુરત ગુજરાત

કતારગામ વિસ્તારમાં આવેલા વેડ રોડ પર અખંડ આનંદ કોલેજની બાજુમાં આવેલી તૃપ્તિ સોસાયટીમાં જૈનમ પાપડ ગૃહ ઉદ્યોગ આવેલો છે. આ ગૃહ ઉદ્યોગમાંથી કોરોના સંક્રમણના લોકડાઉન દરમિયાન 30 જેટલી મહિલાઓને કામ પરથી છૂટા કરવામાં આવે છે. મહિલાઓએ પોતાનો પગાર નીકળતો હોય.

એકબાજુ દિવાળી નજીક આવતા જ લોકો ખરીદી કરવા નીકળી જતા હોય છે પરતું આ વખતે મદી ના સમય માં લોકો રોજ નું કમાય ને રોજ નું ખાવાનું કરતા હોય છે પરતું આવા સમય માં કતારગામ ની એક ઘટના સામે આવી છે. મહિલા કામદારો ને કામ નું વળતર ન ચુકવતા રાષ્ટ્રીય મજદૂર સેના યુનિયન દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાને કહ્યું તે મુજબ લોકડાઉનના પગારની માંગ સાથે મહિલાઓ રાષ્ટ્રીય મજદૂર સેના યુનિયનના નેજા હેઠળ સવારથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગૃહ ઉદ્યોગની સામે જ ધરણા પ્રદર્શનને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. જો કે બપોર સુધી શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કરનાર યુનિયન દ્વારા દિવાળી પહેલા તમામ મહિલાઓને તેમના હકના રૂપિયા નહી આપવામાં આવે તો માલિકોના ઘર સામે દિવાળીએ કાળા વાવટા ફરકાવવાની ચેતવણી આપવામાં આવી છે.

સુરેશ સોનવણે રાષ્ટ્રીય મજદૂર સેના યુનિયનના પ્રમુખે કહ્યું કે, જૈન પાપડ દ્વારા કોઈ જ ધારા ધોરણો જાળવવામાં આવ્યા નથી. મહિલાઓની હાજરી પણ લેવાતી નથી. ઈએસઆઈ, રજાના લાભ કોઈ જ સરકારી નીતિ નિયમોનું પાલન અહિં કરવામાં આવ્યું નથી. ઉપરથી મહિલાઓને છૂટા કરીને તેમને રૂપિયા પણ આપવામાં આવ્યા નથી. જેથી અમારી માંગ છે કે, મહિલાઓને ન્યાય મળે.

મોતીલાલ રતનલાલ સાળુંકેએ જણાવ્યું હતું કે, વેડરોડ પર આવેલી તૃપ્તિ સોસાયટીની અંદર જૈનમ પાપડમાંથી 30 જેટલી મહિલાઓ પાપડ બનાવવાનું કામ કરતી હતી. લોકડાઉન દરમિયાન છૂટી કરવામાં આવી હતી. જેથી લોકડાઉન દરમિયાનનો પગાર એ મહિલાઓને મળે તેવી માંગ કરીએ છીએ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ