પશ્ચિમ બંગાળ : જલપાઇગુરીમાં ભારે ધુમ્મસને કારણે અનેક વાહનો ટકરયા, 13 લોકોનાં મોત, 18 ઘાયલ

635
Published on: 5:35 pm, Wed, 20 January 21
પશ્ચિમ બંગાળ

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જ રહ્યો છે ત્યારે હાલમાં વધુ એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં આવેલ જલપાઈગુડીના ધુપગુરીમાં ધુમ્મસને લીધે અનેક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.

જલપાઈગુડીઃ પશ્ચિમ બંગાળ ના જલપાઈગુડીમાં દર્દનાક દુર્ઘટના બની છે. ધૂમ્મસના કારણે આ દુર્ઘટના બની હતી. એક ટ્રકની પાછળ અનેક ગાડીઓ અથડાઈ હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 આસપાસ પથ્થરથી ભરેલો ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા. ધૂમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મજિક અથડાયા. બાદમાં ટ્રકમાં ભરેલા બોલ્ડર ગાડીઓ પર પડ્યા હતા. જેમાં 13 લોકોના મોત થયા હતા.

સ્થાનિક ધારાસભ્ય મિતાલી રોયના કહેવા મુજબ, દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલોની હાલત અતિ ગંભીર છે.

આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે. જલપાઈગુડીના એએસપી ડૉ. સુમંત રાયે જાણકારી આપી કે મંગળવાર રાત્રે ટ્રક માયાનાલથી જઈ રહ્યો હતો. બીજી તરફથી એક ટાટા મેજિક અને મારૂતિ વાન રોન્ગ સાઇડમાં આવી રહી હતી. આ દરમિયાન ધુમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મેજિકની ટક્કર થઈ અને પછી મારૂતિ વાન પણ ટકરાઈ ગઈ.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, એક્સીડન્ટ દરમિયાન ટ્રકમાંથી અનેક બોલ્ડર છટકીને બીજી ગાડીઓ પર પડ્યા. આ મામલામાં પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેમનો દાવો છે કે બોલ્ડરથી ભરેલી ટ્રક એક બીજા ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં હતી, જેને કારણે આ દુર્ઘટના બની.

એએસપીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે જેમને પહેલા ધુપગુડીની એક હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા અને પછી તેમને જલપાઈગુડીની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.

નજરે જોનારાઓના જણાવ્યાનુંસાર એક્સીડેન્ટ દરમિયાન ટ્રકમાંથી અનેક બોલ્ડર છટકીને બીજી ગાડીઓ પર પડ્યા. આ મામલામાં પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેને દાવો છે કે પથ્થરથી ભરેલા ટ્રકને એક બીજા ટ્રકે ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ સમગ્ર મામલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317