જામનગર જિલ્લા ના એક ગામ માં ખેતર માં કામ કરતા ખેડૂત પર વીજળી પડતા મોત

559
Published on: 4:05 pm, Wed, 1 July 20

જામનગર ગુજરાત

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામા આવેલ નાના વડાળા ગામ માં ખેડૂત પંકજભાઇ પોતાની વાડીયે ડુંગરી ઢાંકતી વખતે વિજળી પડતા , ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

લોકડાઉન દરમિયાન પણ સમગ્ર ગુજરાતમાં એન્ડ ગુજરાત ની બહાર શાકભાજી પૂરું પાડનાર એટલે ખેડૂત. ખેડૂત જો ખેતી કરવાનું બંધ કરી દેને તો લોકો માં ભૂખમરો આવે.. હાલ ના સમય માં ખેડૂતો એ ડિજિટલ આંદોલન ચાલુ કર્યું છે.પણ ખેડૂતો પોતાની ખેત ઉત્પાદન જણસી ડુંગળી કે મગફળી કોઇ જણસી વરસાદથી પલળતી બચાવવા ગમે તેવું વાવા જોડું કે ગમે તેવો વરસાદ કે વિજળી આકાશે જમીન સુધી નીચે અડી જતી હોય તોય ખેડૂતો તેની મહેનતથી પકવેલી જણસને પલળવા દેતા નથી બગડવા દેતા નથી , ખેડૂતો પોતાના જીવને જોખમમા મુકીને પોતાની રોજી રોટી બચાવવા ભગવાન સામે દાવ મુકે છે

ખેતી પ્રધાન દેશમા ખેડૂતો જીવના જોખમે ખેતી કરે છે પણ સરકાર ખેડૂતોના દૂષ્મનો ,ખેડૂતોને મોંઘવારી પ્રમાણે પુરા ભાવ કે હક્કનો પાક વિમો અપાવતા નથી. ખેડૂતો ને પોતાના પાક માટે પાણી જોઈએ અને પાણી માટે વીજળી પણ સરકાર ખેડૂતો ને વીજળી રાત્રી ન સમયે આપે છે , રાત્રે ખેડૂતો ને કામ કરવું પડે છે, જંગલી જાનવરો પણ રાતે ખેડૂતો પર હમલો કર્યા ની ઘટનાઓ સામે પણ આવી છે. ખેડૂતો બસ એટલું જ માગે છે કે પોતે જે પાક નો ઉછેર કરે છે એના પૂરા ભાવ મળે..

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત