દ્વારકા દર્શન
દ્વારકા દર્શન માટે જઈ રહેલા વડોદરાના પરિવારને મોરબીના સાવડી પાસે અકસ્માત નડતા બે લોકોનાં મોત થયા હતા.જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા હતા, જ્યારે ચારને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કુતરુ આડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
જામનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં વડોદરાના પતિ પત્નીના મોત નીપજ્યા છે અને ચાર લોકોને ઇજા પહોંચી છે. ટંકારા જામનગર રોડ પર સાવડી ગામ પાસેના હાઇવે પરથી નવી અર્ટિગા લઇને પરિવાર દ્વારકાધીશના દર્શને જઇ રહ્યાં હતા. આ દરમિયાન કારની સામે કુતરું આવવાને કારણે બ્રેક મારતા જ કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં પતિ વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત છે.
જે બાદ ટંકારા 108ના વલ્લભભાઈ લાઠીયાએ સારવાર ચાલુ કરી પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ટંકારાના લતીપર રોડ ઉપર આવેલા સાવડી ગામ થઇને કારમાં સવારે ચારેક વાગ્યાના સુમારે વડોદરાથી દર્શન કરવા દ્રારકા જતા હતા. ત્યારે રોડ પર કુતરૂં આવી જતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટિગા કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ