જૂનાગઢ : નજીવી બાબતમાં ધીંગાણું, ટોળાએ ઈંડાની દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો..

522

જૂનાગઢના ઢાલ રોડ પર આવેલી એક દુકાનમાં ગઈકાલે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ આતંક મચાવ્યો હતો. નજીવી બાબતમાં થયેલી તકરારમાં ધીંગાણું સર્જાયું હતું. ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. આ મામલે 30થી વધુ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ શહેરના અતિ વ્યસ્ત એવા ઢાલ રોડ પર શનિવારે ઈંડાની એક દુકાન પર ટોળાએ કોઈ કારણોસર ધોકા અને અન્ય હથિયારો વડે તોડફોડ કરી ભયનો માહોલ સર્જયો હતો. ઢાલ રોડ પર જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ ના હોય તેમ ટોળાએ આતંક મચાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જો કે, હુમલા પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

જૂનાગઢ : નજીવી બાબતમાં ધીંગાણું, ટોળાએ હથિયારો સાથે તોડફોડ કરી, cctv video થયો વાયરલ

બનાવની વિગતો એવી છે કે જૂનાગઢના અતિ હાર્દ સમા એવા ઢાલ રોડ પર આવેલી જનતા એગ્સ દુકાન પર કેટલાક ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી હતી જ્યારે દુકાનમાં તેમજ આસપાસના વાહનોમાં નુકસાન થયું હતું. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જોકે, ઘટનાના સીસીટીવી સામે આવતા તેમા બે ટોળા સામસામે ઝઘડતા જોવા મળ્યા હતા.

તોડફોડની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા

જૂનાગઢમાં હથિયારધારી આવરા શખ્સોનું એક દુકાન પર ત્રાટક્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયેલો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર મારામારીની આ ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોથી ધમધમતા એવા જૂનાગઢના ઢાલ રોડ ઉપર અચાનક 15 થી 20 લોકોનું ટોળું એક દુકાન ઉપર તૂડી પડયું હતું અને દુકાન તેમજ આસપાસમાં પડેલ વાહનોમાં તોડફોડ કરવા લાગ્યું હતું. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Law and order lira flew on Dhal Road in Junagadh, mob vandalized egg shop  and terrorized | જૂનાગઢના ઢાલ રોડ પર કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, ટોળાએ  ઈંડાની દુકાનમાં તોડફોડ કરી ...

પ્રાપ્ત વિગતો મુજબ જનતા એગ્સમાં અગાઉ કામ કરતો રિયાઝ બેલીમ નામનો શખ્સ ત્યાં કામ કરતા માણસોને દુકાનની નોકરીમાંથી છૂટા થવા માટે દબાણ કરતો હતો. આ શખ્સને આવું ન કરવા માટે ફરિયાદીના પુત્ર સાહીલે જણાવ્યું હતું. જોકે આ મામલે ફરિયાદીના પુત્રની વાતથી ખફા થયેલા રિયાઝે ગાળાગાળી કરી હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દઈ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ મામલે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317