જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ફરીથી નક્કી કરાયો, GST ઉમેરી લોલીપોપ આપી

1122
Published on: 6:56 pm, Thu, 29 October 20

જૂનાગઢ રોપ-વે

જૂનાગઢ રોપ-વે ની ટીકીટના ઊંચા દરને લઈને જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથીઆજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી, પરંતુ તે પણ જાણે લોલીપોપ સમાન હોય તેવું લાગી છે. ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ જીએસટીનો ઉમેરો કર્યો છે. જેથી જીએસટી સાથે રૂ.૭૦૦નો ભાવ નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો દર જીએસટી સાથે રૂ.૩૦૦નો થાય છે. એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂપિયા ૭૦૦ની સાથે ૧૮% અલગથી જીએસટી લેવાતું હતું.

જૂનાગઢ-ગીરનાર રોપ-વે ની ટીકીટના ભાવ ખુબ વધારે  હોવાથી જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધના વંટોળથી આજે ‘ઉષા બ્રેક’ કંપનીએ નવી જાહેરાત કરી છે, પરંતુ તે ભાવ પણ ખુબ વધારે છે. ગિરનાર રોપ-વે ની ટિકીટના નવા ભાવ નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકો કંપનીએ ભાવ ફરીથી ઘટાડ્યો છે, પરંતુ GSTનો ભાવમાં પણ ઉમેરો કર્યો છે. જેથી GST સાથે મળીને રોપ-વે નો કુલ ભાવ રૂ.700 નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો ભાવ GST સાથે રૂ.300 નક્કી કરાયો છે.

હવે નવા ભાવ ૭૦૦ રૂપિયા જીએસટી સાથે લેવાશે. બાળકોની ટિકિટમાં પણ જીએસટી ઉમેર્યું છે. બાળકોની ટિકીટનો જુના ભાવ ૩૦૦ જીએસટી લેવાતા હતા. હવે નવા ભાવ માત્ર ૩૦૦ રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠતા આ ર્નિણય લેવાયો છે.

તમને જણાવીએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી મોંઘી છે. કંપનીએ જાહેર કર્યા મુજબ હવેથી પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે ૧૮ ટકા જીએસટી સાથે ૭૦૦ રૂપિયા અને બાળકોના ૩૫૦ ચૂકવવાના રહેશે, જયારે એક તરફ્ની મુસાફ્રી માટે જીએસટી સાથે ૪૦૦ રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર ૮ રૂપિયાનો જ ફયદો જાેવા મળ્યો છે. પહેલા પુખ્ય વયના લોકોની ૭૦૮ અને બાળકોના ૩૫૪ ટીકીટ લેવામાં આવતી હતી,

હવે તેમાં માત્ર ૮ રૂપિયા અને ૪ રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને ભરમાવાની વાત કરી રહ્યાનું જાેવા મળી છે. અંતે રવિવારે જયારે લોકો માટે રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો તે દિવસે ટીકીટ બારીએ લોકોને માલુમ પડયું કે એક વ્યક્તિના ૭૦૮ અને ૨૧ દિવસ પછી ૮૨૬ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. છેક સુધી સરકાર અને એજન્સી એકબીજા પર ખો આપતી જાેવા મળી હતી.

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રોપ વે ની ટીકીટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, તો ટીકીટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માંગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટીકીટના દર વ્યક્તિ દીઠ ૪૦૦ રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરી છે.

ગુજરાતમાં બનેલા રોપ વે ની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ વે ની સફર માટે વયસ્ક પ્રવાસીના ભાવ ૬૨ રૂપિયા છે, તો ૧૯૮૬ માં પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ ૧૪૧ છે, તો ૧૮૯૮ માં અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ ૧૧૮ છે, જયારે ગિરનાર પર માં અંબાના દર્શન માટે રોપ વે નો ભાવ હાલ ૭૦૮ અને ૨૧ દિવસ પછી ૮૨૬ થનાર છે.

પાવાગઢ રોપ વે ની લંબાઈ ૭૬૩ મીટર, અંબાજી રોપ વે ૩૬૩ મીટર અને ગિરનાર રોપ વે ૨૩૨૦ મીટર લાંબો છે, જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ ૭ ગણા વસુલવામાં આવી રહ્યા છે. આને લઈને રાજ્ય સરકારે ભાવ નક્કી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

ટીકીટના દર 400 રૂપિયા રાખવા જોઈએ : મેયર

જૂનાગઢ ગિરનાર રોપ વે નું લોકાર્પણ થયું ત્યારથી લોકોને ટીકીટ લઈને તુરંત ઉપર લઈ જવામાં આવે છે, જયારે હાલ દાતાર પર જવા માટે તંત્રએ પાબંધી મૂકી છે. લોકોના મત મુજબ હાલ કોરોનાકાળને લઈને ઉર્ષનો મેળો રદ્દ કરીને દાતાર પર જવા માટે મંજુરી ફરજિયાત લેવી પડે છે, તો તેનાથી થોડે દુર જ આવેલ ગિરનાર પર જવા માટે કોઈ પાબંધી નથી, જેટલા લોકોને રોપ વે માં જવું હોય તે પૈસા આપીને જવું હોય તો, તેમાં ક્યાય કોરોના આડો આવતો નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ