10 વર્ષની વિદ્યાર્થીનીને સારા માર્ક્સ આપવાની લાલચે શાળામાં બોલાવી નરાધમ આચાર્યએ કર્યા અડપલાં

559
Published on: 3:00 pm, Thu, 29 October 20

લંપટ આચાર્ય

જામનગર ગુજરાત

કાલાવડના નાના પાંચદેવડામાં ઓનલાઈન શિક્ષણના બહાને સરકારી સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિનીને સ્કૂલે બોલાવી શારીરિક અડપલા કર્યા, ધરપકડ

જામનગરના કાલાવડની સરકારી સ્કૂલના આયાર્યએ વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણના બહાને શાળાએ બોલાવી અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીને સારા માર્ક્સ આપવાની લાલચે શાળામાં બોલાવી નરાધમ આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે તાત્કાલીક અસરથી 55 વર્ષના ઢગા શાળાના આચાર્યની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં જ રહેતી અને નાના પાંચદેવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની કુમળી વયની એક વિદ્યાર્થીની કેજે પરમ દિને સવારે પોતાની શાળાએ અભ્યાસ કરવા માટે ગઈ હતી.

પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સરકારી શાળાના આચાર્ય બાબુ સંઘાણીએ 10 વર્ષની વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણના બહાને શાળાએ બોલાવી હતી. જે બાદ શારીરિક છેડતી કરી હોવાનું સામે આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ પરથી આચાર્ય બાબુ સંઘાણી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

છેલ્લા 1 મહિનામાં જામનગર પંથકમાં છેડતીની 5થી વધુ ફરિયાદ નોંધાઈ

ઉલ્લેખનીય છે કે જામનગર પંથકમાં છેલ્લા એક મહિના દરમિયાન મહિલાઓ અને દીકરીઓ સાથે છેડતી અને દુષ્કર્મની 5થી વધુ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આજે વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનાને લઈને લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. હાલ તો સમગ્ર મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં આધેડ આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ