રાજકોટમાં વિજ્ઞાન જાથા પહોંચ્યું કલ્કી અવતારના ઘરે, ‘આ વખતે હું કોઇને છોડવાનો નથી,

1886
Published on: 3:43 pm, Wed, 7 July 21

રામનામના જાપ કરવાથી કોરોના ન થાય, મોદી મારો લક્ષ્મણ છે- કલ્કી અવતાર

કલકી અવતારનો દાવો કરનાર રમેશ  ફેફર ને ત્યાં આજે વિજ્ઞાન જાથા પહોચ્યું હતું. વરસાદ નહીં આવે તેવો શ્રાપ આપતા વિજ્ઞાન જાથા તેમના ઘરે પહોચ્યું હતું. કલીક અવતારનો દાવો કરનાર રમેશકુમાર અને વિજ્ઞાન જાથા  વચ્ચે બોલાચાલી થઈ હતી.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત અધિકારી રમેશચંદ્ર ફેફર કે જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલકી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું જ્યાં વિજ્ઞાન જાથા અને કલકી અવતાર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી અને પોતાની જાતને ભગવાન નો દશમો અવતાર કલ્કી અવતાર કહેનાર જાથાને ગાળો ભાંડતો હતો.

So cold Kalki Avtar Ramesh Fefar claim, i finish 7.5 billion people destruction in 2030

વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, રમેશ ફેફર માનસિક બીમાર છે. તેને સારવારની જરૂર છે. લોકો આવા લોકોના નિવેદન પર ધ્યાન ન આપે. અમે પોલીસમાં તેમની સામે ફરિયાદ કરીશું. અમે કલેક્ટરને પણ મળીશું અને તેમને સારવારની પહેલી જરૂરિયાત છે. અત્યારે તો તે બકવાસ કરે છે. માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. તે ટંકારા તરફનો છે. 2030માં 7.5 અબજ લોકો નાશ પામશે, તેવો દાવો કરે છે, દુષ્કાળ આવશે, તેવી વાત કરે છે. આવા કોઈ અવતાર નથી. લોકોને મામા બનાવે છે.

રાજકોટ વિજ્ઞાનજાથાના પ્રમુખ જયંત પંડ્યા અને તેમની ટીમ યુનિવર્સિટી પોલીસને સાથે રાખી શારદાનગર સ્થિત રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું. આ સમયે રમેશચંદ્ર ફેફર તાળું મારી અંદર રહ્યા હતા અને જાથાને તેમના ઘરમાં પ્રવેશ કરવા દીધેલ ન હતો. આ સમયે જાથા અને રમેશચંદ્ર ફેફર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી જેમાં રમેશચંદ્ર ફેફર દ્વારા વિજ્ઞાન જાથાને રાક્ષસ કહેવામાં આવ્યા હતા અને પોતાની જાતને ભગવાન વિષ્ણુ નો દશમો અવતાર કલકી અવતાર ગણાવતા રમેશચંદ્ર એ બેફામ ગાળો ભાંડી જાથાના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

પોતાને કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર રાજકોટમાં રહે છે.

રમેશ ફેફરે મીડિયા સામે દાવો કર્યો હતો કે, મેં અર્જુન પાસે જ તેના ગુરુ અને દાદાને મરાવ્યા હતા. આ વખતે 7.5 અબજ લોકો, જેમાં બાળકો હશે , પિતા હશે, પત્ની હશે, પુત્ર હશે, પત્ની હશે અને વૃદ્ધ હશે. આ વખતે હું કોઈને વિધવા નથી કરવાનો. આ વખતે બધુ સાફ કરી નાંખવાનો છું.

ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317