કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ની યુવાટીમે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અનોખી રીતે કરી.

396
Published on: 10:32 am, Sun, 16 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

●  જયારે 74 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવી અને તિરંગા ને સલામી આપીને કરવામાં આવે છે. ત્યારે કર્ણની ભુમિ એવા સુરત શહેર ના કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની યુવાટીમે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી એક જરૂરિયાત મંદ પરિવાર ને રાશનકીટ ની સહાય આપીને કરી હતી.

● થોડાક દિવસ પહેલા જયારે અમારી યુવાટીમ કામરેજ વિસ્તારમાં વૃક્ષારોપણ નું કાર્ય કરી રહ્યા હતા ત્યારે કામરેજ ચોકડી પાસે એક પરિવાર ની મુલાકાત થઇ હતી. આ પરિવાર સાથે વધારે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ની પરિસ્થિતિ ખુબ જ ગંભીર હતી અને તાકીદે તેઓને જમવા માટે ના રાશન સહાય ની આવશ્યકતા હતી. આ ઉપરાંત , તેઓ ઇચ્છે તો પણ પોતાની જરૂરિયાત પુરી કરી શકે તેમ ન હતા. કારણ કે તેઓ એક આક્સમિક ઘટના માં પોતાનો હાથ ગુમાવી ચુક્યા હતા. આથી કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો એ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જરૂરિયાત મંદ ને રાશનકીટ આપીને ઉજવવાનું નક્કી કર્યું હતું અને આજે સવારે જ તે પરિવાર ને કીટ પહોંચાડી હતી.

● આ કાર્યક્રમ માં સુરત શહેર ની યુવાટીમ આયોજકો મિત માંડવિયા , ઉર્વિક કયાડા અને અમિત કથીરિયા હાજર રહ્યા હતા અને હજુ પણ આગામી સમયમાં જયારે રાશન ની જરૂર પડે ત્યારે અમારી ટીમ નો સંપર્ક કરવાની પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત , જે કોઈ ને જરૂરિયાત મંદને મદદ કરવી હોય તે અમારા ટ્રસ્ટ નો સંપર્ક કરી વધુ વિગતો જાણી શકે છે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દાન આપવા માંગતી હોય કે જરૂરિયાત મંદની મદદ કરવા માંગતી હોય તે 8511561284 નંબર પર કોન્ટેક કરી શકે છે.


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો