કામરેજ : વેલન્જા વિસ્તારમાં ડ્યુટી પરથી પરત ફરતા પોલીસ અધિકારી ને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ મોત…

964
Published on: 10:41 am, Thu, 9 September 21

વેલન્જા કામરેજ

ઉમરા હજીરા હાઇવે હજી કેટલા લોકો ના લેશે જીવ , આ જ રોડ પર અગાઉ પણ ઘણા અકસ્માતો થયા છે જેમાં ગૌમાતા તથા ઘણા લોકો ના જીવ ગયા છે છતાં તંત્ર કોઈ ધ્યાન આપતુ ન હોય એવું લાગી રહ્યું છે. વારંવાર હજીરા હાઇવે રોડ બનાવવા બાબતે અને રોડ પર સ્ટ્રીટલાઇટ અને બમ્પ બનાવવા બાબતે સ્થનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ રોડ એમ ને એમ જ ખાડા વાળો છે.

સુરત જિલ્લાના ઘલુડી હેડક્વાર્ટર ખાતે પોલીસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા જવાન પોતાની મોટરસાયકલ લઈને કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં રંગોલી ચોકડી થી ઉમરા જતા રોડ પરથી પસાર થતા હતા ત્યારે સુમુલનું દૂધ લઈને જતા ટેન્કરે મોટરસાયકલ ને હડફેટેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં પોલીસ જવાનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવતા પો.કો દીપકભાઈ નગીનભાઈ આહીર (૪૭) પોતાની મોટરસાયકલ પર કામરેજ તાલુકાના વેલંજા ખાતે આવેલ રંગોલી ચોકડી થી નવી પારડી થી હજીરા રોડ પર ઉમરા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પુરઝડપે આવતા સુમુલડેરીના ટેન્કરે દીપકભાઈ ના મોટરસાઇકલ ને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દીપકભાઈને ગંભીર ઇજા પોહચી હતી જેન લઈ તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું બનાવ અંગે જાણ થતા કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસ જવાન ના અકસ્માત માં મોત થતા પોલીસ બેડા માં શોકની કાલીમા છવાઇ ગય હતી.

અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા મળેલ માહિતી મુજબ સ્થાનિક લોકો ને કઠોર પોલીસ સ્ટેશનમાં જહી ફરિયાદ નોંધાવી છે.

આ અકસ્માત અંગે ખુદ dysp જાડેજા સાહેબ તપાસ કરી રહ્યા છે. વધુ તપાસ કઠોર અને કામરેજ પોલીસ કરી રહી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317