વડોદરા : કરજણ BJP ધારાસભ્યના પુત્રની કારની ટક્કરે વૃદ્ધ ફંગોળાયા, સિનિયર સિટીઝનનું મોત,

1110
Published on: 2:28 pm, Thu, 22 April 21
કાર ચાલક ધારાસભ્યના પુત્ર રૂષિ અક્ષયભાઈ પટેલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક કાર હંકારી મોત નિપજાવવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ પાસે ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે સિનિયર સિટીઝનનું મોત થયું હતું. આ મામે કરજણ પોલીસે ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતાં ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજ્યમાં રોજે-રોજ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વાહન ચાલકની નજીવી ભૂલને કારણે કમોતે લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણ તાલુકામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મહત્વની વાત એ છે કે, આ અકસ્માત ધારાસભ્યના પુત્રની કાર દ્વારા થતા તાલુકામાં ચકચાર મચી ગઈ છે.

ધારાસભ્યના પુત્રની અકસ્માતગ્રસ્ત કાર

મૃતકના ભાણેજે કહ્યુંઃ મેં ફરિયાદ કરવાનું કહેતાં રિષી ભાગી ગયો

કરજણ તાલુકાના મેથી ગામમાં રહેતા નાગજીભાઇ ચતુરભાઇ પટેલના ભાણેજ જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, મારા મામા નાગજીભાઇ મંગળવારે સાંજે 6:30ના અરસામાં મેથી ગામના બસ સ્ટેન્ડ પાસે પસાર થતા હતા, ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ પૂર ઝડપે જીપ લઇ આવ્યો હતો અને નાગજીભાઇને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. મેં ફરિયાદ કરવાનું કહેતાં રિષી ભાગી ગયો હતો. રાત્રે 11:30 વાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનમાં લઇ જવામાં આવ્યો હતો.

કરજણ તાલુકાના મેથીગામ પાસે ગઈકાલે સાંજે કાર ચાલક દ્વારા એક વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળા ભેગા થતા, કાર ચાલક અને કારમાં બેઠેલ અન્ય યુવાન ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે, આ કાર કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની છે, અને સ્થાનીકો અનુસાર ધારાસભ્યનો પુત્ર કાર ચલાવી રહ્યો હતો અને તેણે અકસ્માત સર્જતા વૃદ્ધનું મોત નિપજ્યું છે.

ધારાસભ્યના પુત્રનુ સાચુ નામ રિષી છે, પરંતુ ફરીયાદમાં તેનુ નામ રૂષિ અક્ષયભાઇ પટેલ દર્શાવાયું

ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર રિષી પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar

આ સમગ્ર મામલે કરજણ પોલીસે ધારાસભ્યના પુત્ર રૂષી પટેલ સામે બેદરકારીપૂર્વક કાર હંકારી મોત નિપજાવવા મામલે ગુનો નોંધ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રનુ સાચુ નામ રિષી છે, પરંતુ પોલીસ ફરીયાદમાં તેનુ નામ રૂષિ અક્ષયભાઇ પટેલ દર્શાવવામાં આવ્યું છે.

પોલીસ અનુસાર, મેથી ગામના બસ સ્ટેશન પાસે રોડ પરથી એક વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે06 એલએસ 3555 નંબરની જીપ કાર દ્વારા ટક્કર મારતા વૃદ્ધ હવામાં ફંગોળાયા અને રોડ પર પટકાતા ઘટનાસ્થળ પર જ વૃદ્ધનું મોત થઈ ગયું હતું. વૃદ્ધને રાત્રે પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે કાર ચાલક ધારાસભ્યના પુત્ર રૂષિ અક્ષયભાઈ પટેલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક કાર હંકારી મોત નિપજાવવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317