મંત્રી કહે છે ૧૩ લાખ હેક્ટરમાં નુક્સાની, સીએમ કહે છે ૩૭ લાખ હેક્ટર !! સાચું કોણ ? : ગોવિંદ વાલાણી

470
Published on: 7:40 pm, Mon, 21 September 20
GUJARAT

ગુજરાત
ખેડૂત ઇફેકક્ટ્સ

મંત્રી કહે છે ૧૩ લાખ હેક્ટરમાં નુક્સાની, સીએમ કહે છે ૩૭ લાખ હેક્ટર !! સાચું કોણ ? : ગોવિંદ વાલાણી

આજે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેડૂત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે આકડા રજુ કરવામાં આવ્યા છે તેમાં વિરોધાભાસ હોવાનો આક્ષેપ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આજે 3700 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ મુદ્દે પ્રતિક્રિયા આપતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના ગુજરાત પ્રદેશ સહમંત્રી ગોવિંદ વાલાણી એ જણાવ્યું છે કે કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી…..??? મુખ્યમંત્રી કૃષિમંત્રીના સ્ટેટમેન્ટનું પોતાનું એક વજૂદ હોય છે ત્યારે બંને જવાબદારો અલગ અલગ નિવેદનો ગામને જાપે ભજવાતી ભવાઈ મંડળ બરાબર હોવાનો મત વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી કહે 13 લાખ હેકટરમાં નુકશાન છે જયારે મુખ્યમંત્રી કહે 37 લાખ હેકટરમાં નુકશાન છે.

મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપવાના હોય તો કૃષિમંત્રીની જાહેરાતનું વજૂદ શુ…??? આવો સવાલ કરી ગોવિંદ વાલાણી કહ્યુ કે SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે…..??? અને રાજ્ય નિયમો મુજબ ચાલે છે કે મુખ્યમંત્રીશ્રીના મન મરજી મુજબ એ પણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

20 દિવસ થી કૃષિમંત્રી ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવે છે અને હવે મુખ્યમંત્રી કહે 1 ઓક્ટોબર થી ફોર્મ ભરાશે ત્યારે કૃષિમંત્રીના કહેવાથી જે ખેડૂતોએ પાક નુકશાની ફોર્મ ભર્યા એમને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે કે કેમ તેની રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. રાજ્યમાં કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખેતીવાડી અધિકારીઓ અલગ અલગ છે….??? 1 ઓક્ટોબર થી ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરશે એનું સર્વે ક્યારે કરાશે ? વગેરે સવાલોના જવાબો આપવા પણ ગોવિંદ વાલાણી એ જણાવ્યું છે.

ગોવિંદ વાલાણી
કિસાન ક્રાંતી ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ સહમંત્રી
9979855213

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ