ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું આમ આદમી પાર્ટીને લઈને શું આપ્યું મોટું નિવેદન જાણો…

4012
Published on: 1:36 pm, Sat, 12 June 21
  • આગામી ચૂંટણીમાં AAPને ફાયદો થશે
  • AAP જે રીતે કામ કરે છે તે જોતા તેને ફાયદો થશે
  • નરેશ પટેલ બોલ્યા ‘ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી
  • અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો CM હોય
  • પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.

કાગવડ : ખોડલધામે લેઉવા-કડવા પાટીદાર મોભીઓનું 'મહામંથન,' નરેશ પટેલે કર્યા AAPના વખાણ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.

ગુજરાતના રાજકારણમાં ફરી પાટીદારોને નેતૃત્વ મળે તે માટે સામાજિક આગેવાનો સક્રિય થયા છે. આજે વીરપુરના કાગવડ ખાતે આવેલા ખોડલધામે રાજકીય અને સામાજિક દાખલો બેસે તેવી બેઠક યોજાઈ. પાટીદારોની બે મુખ્ય ડાળ સમાન લેઉવા અને કડવા પાટીદાર સમાજના તમામ મોટા માથાએ એકઠા થયા. પાટીદારોના આ ‘મહામંથન’માં સમાજને રાજકીય શીર્ષ નેતૃત્વ અપાવવા ચર્ચા થઈ, આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના સુપ્રીમો નરેશ પટેલ આમ આદમી પાર્ટીના દિલથી વખાણ કર્યા. નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઈચ્છા પણ વ્યકત કરી.

Khodaldham Patidar Meeting : Naresh Patel say, we hope next CM of Gujarat is Patidar

અગાઉ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ખોડલધામના ટ્રસ્ટીઓએ ઉમિયાધામ ઊંઝાની મુલાકાત લીધી હતી. 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે કડવા – લેઉવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.

આ સાથે જ આમ આદમી પાર્ટીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસ જેમ કહીં રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે કામગીરી કરી રહી છે. પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગ સફળ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે, આગામી ચૂંટણીમાં કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317