- ખોડલધામમાં પાટીદારોની બેઠક મુદ્દે નીતિન પટેલનું નિવેદન
- દરેક સમાજ પોત-પોતાની રીતે માંગણી કરે છેઃ નીતિન પટેલ
- આખરે શું છે ખોડલધામ બેઠકની ઇન્સાઇડ સ્ટોરી?
- દરેક સમાજને એકત્રિત થવાનો અધિકાર છે
કડવા અને લેઉઆ સમાજને એક કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્રારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે આજે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કાગવડ પહોચ્યા હતા અને ત્યારબાદ આજે ખોડલધામ ખાતે સુરતથી ઉમિયાધામ ટ્રસ્ટના પાટીદાર સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા.
કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી હતી તો દિલ્હી અને અન્ય રાજયોમાં આપે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે પટેલ સમાજને કેશુબાપા જેવો આગેવાન મળ્યો નથી એમ કહીં આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ એવી નેમ વ્યકત કરી હતી. નરેશ પટેલના આ વિધાનોથી તેમનો રૂખ કયા રાજકીય પક્ષ તરફ રહેશે એ સ્પષ્ટ થઇ ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હવે ‘લેઉઆ’ અ્ને ‘કડવા’ એમ નહીં પણ ફકત પાટીદાર જ લખાશે.
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી ચાર પાટીદરા મુખ્યમંત્રીઓ રહ્યા છેજેમાં ચીમનભાઇ પટેલ,બાબુભાઇ પટેલ,કેશુભાઇ પટેલ,આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.ગુજરાતના રાજકારણમાં અનેક રાજકીય નેતાઓએ પણ પોતાની ઉમદા સેવાઓ આપી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પાટીદારોનું મહામોલું યોગદાન છે.
ખોડલધામમાં પાટીદારોની બેઠક મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ નિવેદન
ખોડલધામમાં પાટીદારોની બેઠક મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક સમાજ પોત-પોતાની રીતે માંગણી કરે છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. રાજકીય નિર્ણય પક્ષનું મોવડીમંડળ નક્કી કરે છે. કોઇ પણ સમાજ ગમે તે માગણી કરે તેમનો હક છે. પાર્ટી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરતું હોય છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કોઈ કરવાની જરૂર નથી. દરેક સમાજ પોતાની રીતે સંગઠીત થાય છે. શૈક્ષણિક રીતે આગળ આવવા એકત્ર થતા હોય છે. આજે કડવા અને લેઉઆ પટેલ સમાજ એકત્ર થયા છે. દરેક સમાજ એકત્ર થાય તે સમાજનો અધિકાર છે.
બેઠકનો અર્થ
નરેશ પટેલ સીધી રીતે હજુ સુધી ક્યારેય કોઇપણ ચૂંટણી લડ્યા નથી પરંતુ જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે પાટીદારોનું પ્રભુત્વ વધે તેવી સંગઠનની તાકાત બતાવી છે. 2012માં ખોડલધામની શિલાપૂજન વિધિ, 2017માં હાર્દિક સાથે બેઠક અને હવે ફરી બેઠક કરી પ્રભુત્વ દર્શાવવા પ્રયાસ કર્યો છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317