સુરત : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, જીવિત બાળકીને મૃત જાહેર કરી ડિસ્ચાર્જ કરી દીધી, અડધા કલાકમાં જ મોત

4636
Published on: 6:50 pm, Tue, 22 December 20

સુરત ગુજરાત

કતારગામના પરિવારે સુરતની કિરણ હૉસ્પિટલ સામે ગંભીર આરોપો લગાવ્યા, જોકે, હૉસ્પિટલમાં સારવારના પરિવાર પાસે પૈસા નહોતા એટલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

હાલમાં કોરોના મહામારીની વચ્ચે ગુજરાતમાં આવેલ ડાયમંડ સિટી સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. ફક્ત 2 વર્ષીય આર્મી નામની જીવિત બાળકીને બ્રોડ ડેડ લખી સ્મીમેરમાં દામા ડીસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

કતારગામની કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. બે વર્ષની જીવિત બાળકી આર્મીને બ્રોટડેડ લખી સ્મિમેરમાં દામા ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર થયા બાદ બાળકીનું મોત થયું.

 સુરતના કતારગામ ખાતે આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અરવિંદભાઇ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી ગત ૧૯ ડિસેમ્બરના રોજ દાદર પરથી પડી ગઈ હતી જેથી પાર્ટી ગંભીર રીતે ઘવાતા તેને કિરણ હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયા હતા જોકે બાળકીની તબિયત લથડતા તબીબોએ તેને હોસ્પિટલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તબીબોએ બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાઈ હતી.

કતારગામ શાસ્ત્રીનગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદરા પરથી પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રોટડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી દીધી, પણ પરિવારના સભ્યો તેને સિવિલ લઈ આવ્યા.

રાત્રે 11:20એ સિવિલ મેડિકલ ઓફિસર ડો.વૈદર્ભી પટેલે બાળકીનું હૃદય ચેક કર્યું તો ચાલી રહ્યું હતું. બાદમાં સારવાર શરૂ કરવામાં આવી, જેમાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11:50એ માસૂમ આર્મીનું મોત નીપજ્યું. ડો. વૈદર્ભીએ જણાવ્યું હતું કે બાળકીના માથામાં ઈજા અને મોઢામાંથી લોહી વહેતું હોવા સાથે હૃદય ચેક કર્યું તો ધબકારા ચાલી રહ્યા હતા, જેથી મેં તેને તરત સર્જરી અને ઈએનટી વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરૂ કરાવી, જેમાં ઈન્ટર્નલ હેમરેજને કારણે બાળકીના હૃદયમાં લોહી જામી ગયું હોવાથી એનું મોત થયાની જાણ થઈ. કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેન્શન કરી છે એ મારી સમજની બહાર છે.

બ્રોટડેડ હોવાનું તબીબોએ જણાવ્યું ન હતું
આર્મીના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરી દાદરા પરથી પડી જતાં કિરણ હોસ્પિટલ લઈ ગયા હતા. સિટી સ્કેન કર્યું અને જણાવ્યું કે બાળકીની હાલત નાજુક છે. હાર્ટ બરાબર કામ નથી કરતું. આઈસીયુમાં દાખલ કરવી પડશે અને ખર્ચ વધુ થશે, એટલે ડિપોઝિટ જમા કરાવવી પડશે, પણ મારી પાસે એટલા પૈસા ન હોવાથી તેમણે સ્મિમેર રિફર કરી દીધું, પણ અમે સિવિલ આવ્યા હતા. કેસ પેપર પર બ્રોટડેડ લખ્યું હતું, જે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ અમને જણાવ્યું ન હતું.

 જોકે ડોક્ટરોએ કેસ પેપરમાં ડિસ્ચાર્જ લખીને રિફર કરી દીધી હતી પરંતુ પરિવારના સભ્યો તેને બાદમાં સિવિલમાં લાવ્યા હતા. અડધા કલાકની અંદર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે મારી દીકરી દાદર પરથી પડી જતા કિરણ હોસ્પિટલ માં લઇ ગયા હતા જોકે સીટી સ્કેન કર્યા બાદ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

રિવાઈવ કર્યા બાદ રિફર કરી હતી
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે કહ્યું- બાળકી બ્રોટડેડ કન્ડિશનમાં હતી. સીપીઆર અને 3 વખત શોક આપ્યા બાદ બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને દાખલ કરવાની જરૂર હતી, પરંતુ આર્થિક કારણોસર તેઓ રજા લેવા માગતા હોવાથી સ્મિમેર રિફર કરી હતી.

કિરણના સ્ટાફે જણાવ્યું હતું કે તમારી દીકરીને આઈસીયુમાં દાખલ કરવી પડશે અને ખર્ચ વધુ થશે જેથી તેઓની પરિસ્થિતિ એટલે સારી ન હોવાના કારણે તેને સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરી હતી પરંતુ તેઓ સિવિલ લઇ ગયા હતા જોકે કેસ પેપર પર બ્રેઇનડેડ લખ્યું હતું પરંતુ કિરણ હોસ્પિટલના તબીબોએ તેઓને આ મામલે કોઇપણ પ્રકારની જાણકારી આપી ન હતી.

કિરણ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકી  લઈને પરિવાર આવ્યું ત્યારે તે ક્રિટિકલ કન્ડિશનમાં હતી પીપીઆર અને ત્રણ વખત શોક આપ્યા બાદ બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી બાળકીને દાખલ કરવાની જરૂર હતી પરંતુ પરિવાર આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે રજા લેવા માંગતા હતા જેથી બાળકીને સ્મીમેર રીફર કરવામાં આવી હતી.

 કિરણ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકી  લઈને પરિવાર આવ્યું ત્યારે તે ક્રિટિકલ કન્ડિશનમાં હતી પીપીઆર અને ત્રણ વખત શોક આપ્યા બાદ બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી બાળકીને દાખલ કરવાની જરૂર હતી પરંતુ પરિવાર આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે રજા લેવા માંગતા હતા જેથી બાળકીને સ્મીમેર રીફર કરવામાં આવી હતી

બાળકીના પિતાએ જણાવ્યું કે મારી દીકરી દાદરેથી પડી જતા અમે કિરણમાં લઈ ગયા હતા. એ લોકોએ કહ્યું કે આઈસીયુમાં દાખલ કરવી પડશે રોજના 20000 ખર્ચ થશે અને સારવાર માટે એડવાન્સમાં 25000 રૂપિયાનો ખર્ચ થશે. જોકે, અમારી પાસે તો પૈસા જ નહોતા એટલે અમે કીધું કે તમે સિવિલમાં રિફર કરી દો તો ડૉક્ટરોએ એની પણ ના પાડી હતી. અમારા સમાજના અનેક લોકોએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છતાં આ ટ્રસ્ટ રૂપિયા ખાવા બેઠું છે પૈસા ન હોય તેમની સારવાર કરતા નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ