કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – મહીસાગર જિલ્લાની યુવાટીમ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરાયું.

822
Published on: 5:53 pm, Thu, 23 July 20

મહીસાગર ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી ના કારણે હાલ દુનિયા ભર માં ડર છવાયેલો છે એવામાં લોકો ઘર ની બહાર નીકળતા પણ ડરે છે. એવામાં જેઠોલી ગામ ના યુવાનો, કૈવલવેત્તા સંસ્કારધામ જેઠોલી અને કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષો વાવી પ્રકૃતિ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

એક તરફ જયારે ગ્લોબલ વોર્મિંગ ને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે અને કોરોના જેવી વૈશ્વિક બિમારી ચાલી રહી છે ત્યારે સ્વચ્છ વાતાવરણ માં સ્વચ્છ ઓક્સિજન મળી રહે તે માટે જેઠોલીના યુવાનો એ વૃક્ષો વાવીને એક અનોખી પહેલ કરી છે.

 ચાલુ વર્ષે અને આ મહામારીનો સમય હોવા છતા પણ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુવાનો અને કૈવલવેત્તા સંસ્કારધામ પોતાની કાર્યશૈલી માં લાગી રહયા છે અને સમાજ સુધી “પ્રકૃતિ નો ઉછેર અને પ્રકૃતિ નું જતન” ની પહેલ કરી રહ્યા છે. જ્યારે કૈવલવેત્તા સંસ્કારધામ ના મહારાજ શ્રી ધર્મપ્રિયદાસજી એ અને કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંસ્થાપક વ્રજ પટેલ એ જણાવ્યું હતું કે જેઠોલી ગામ ના ફરતે લીમડો ,પીપળો ,ગુલમહોર , આંબા , વગેરે વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , અનેક ફુલછોડ નું રોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં જેઠોલી યુવાટીમ ના સભ્યો જય પટેલ ,મયુર પટેલ, ભરત શર્મા,ઋત્વિક પટેલ, દીપ પટેલ અને બીજા સાથી મિત્રો પણ હાજર રહયા હતા. જેઠોલી યુવાટીમ ના સભ્યોએ એક શપથ પણ લીધા હતા કે ” જીવીશુ ત્યાં સુધી જતન કરીશું.”

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ