કૃષિ કાયદાના વિરોધનો 10મો દિવસ : સરકાર અને ખેડૂતો વચ્ચે આજે 5મી વખત વાતચીત બપોરે 2 વાગ્યે

766
Published on: 3:26 pm, Sat, 5 December 20

કૃષિ કાયદા , દિલ્લી આંદોલન

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાંસ, ખેડૂતોએ શરૂ કરેલા ચલો દિલ્લી આંદોલનનો આજે દશમો દિવસ છે. કૃષિકાયદાથી આક્રોશીત થયેલા ખેડૂતો એક જ માંગ લઈને બેઠા છે કે, ત્રણેય કાયદાઓ રદ કરો. જો કે સરકાર સાથે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ સાથે થયેલી વાતચીતમાં કેટલીક હકારાત્મક બાબત સરકાર તરફથી સામે આવી છે. જેના કારણે આજે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત થશે. જો કે ખેડૂતોએ અગાઉ જ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યુ છે.

farmers protest kisan andolan delhi haryana punjab delhi chalo march 3  december live updates latest news today | दिल्ली बॉर्डर के 10 प्वाइंट पर  ट्रैफिक बंद; किसान बोले- कानून बदलने के लिए

967ના APMC એક્ટ પ્રમાણે હાલની વ્યવસ્થા ચાલી રહી છે. APMCમાં લે-વેચનું કામ થાય છે. ભારતમાં મોટા મૂડી રોકાણ આવી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રમાં ચીલાચાલુ પદ્વતિમાંથી ખેડૂતોને બહાર લાવવા આવશ્યક છે તો જ દેશનો વિકાસ થશે. PM મોદી ખેતીમાં સુધાર લાવવા પ્રયાસ કરી રહ્યાં છે અને ગુજરાતમાં CM હતા ત્યારે કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. કૃષિ મહાવિદ્યાલયોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આપણને સૌને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી ફાયદાકારક છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનો આજે 10મો અને મહત્વનો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી મીટિંગમાં 40 ખેડૂતો સામેલ છે. સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે. મીટિંગ પહેલા ખેડૂતોએ એક વાર ફરી કહ્યું કે, કૃષિ કાયદામાં ફેરફારથી કામ નહીં ચાલે, સરકારે ત્રણેય કાયદા પાછા લેવા જોઈએ.

ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલુ રાખવાની લેખિત ગેરેંટી આપવા અને કૃષિ બિલના જે પ્રોવિજન્સ પર ખેડૂતોને વાંધો છે, તેમાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. પણ ખેડૂત ત્રણ કાયદા પાછા લેવાની માંગ પર અડગ છે.

Farmers Protest Farmers to protest at 5 points of Delhi and warns Modi  government | Farmers Protest: दिल्ली के 5 प्वाइंट पर अब धरना, किसानों ने  सरकार को दी चेतावनी | Hindi News, देश

170થી વધુ ખેડૂત બીમાર, કોરોના ટેસ્ટ માટે તૈયાર નથી
ટીકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી છે. અહીં લાગેલા કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહ્યા છે. અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્રણ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યાં છે. સમર્થન આપવા પહોંચેલા મહમ ધારાસભ્ય બલરાજ કુંડુ કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણા ભાકિયુના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે. જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે. લગભગ એક હજાર ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.

Kisan Andolan 2020: दिल्ली बॉर्डर पर किसानों का धरना जारी, राजधानी में जाने  से किया इंकार - Prime News

અરજદારે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવાના આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી.

સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક પર વાયદો કર્યો, બાકીના પર વિશ્વાસ અપાવ્યો

ખેડૂતોની ચિંતા સરકારનો જવાબ
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ તો બંધ નહીં થઈ જાય? MSP યથાવત્ હતી, છે અને રહેશે.
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય? પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગે સરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે? APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે. ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે. ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વીજળી સુધારા બિલ અને પરાળી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે. સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ