- કુંભના યાત્રાળુઓને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય
- કુંભના યાત્રાળુને ગામમાં સીધો પ્રવેશ નહીં અપાય
- પરત આવનાર તમામ યાત્રાળુઓના RT-PCR ટેસ્ટ થશે
- સંક્રમણ ટાઢું પડે ત્યાં સુધી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે.
હરિદ્વારમાં ચાલતા કુંભ મેળાના યાત્રાળુઓને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે લોકો ગુજરાતમાંથી કુંભ મેળામાં ગયા હતા. અને તે લોકો પરત આવે ત્યારે તેમણે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. અને જ્યાં સુધી RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન આવે. ત્યાં સુધી કુંભમાંથી આવનારા યાત્રાળુઓએ આઈસોલેટ રહેવું પડશે. કુંભના યાત્રીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે સરકારનો નિર્ણય થયો છે. તમામ જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારે આદેશ કરી દીધા છે.
એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારની’
તેમણે રેમડેસિવીર ઇન્જેક્શન અંગે જણાવ્યું કે, દરરોજ 20 હજાર રેમડેસિવીર ઇન્જેક્શનો એવરેજ આપણા હાથમાં આવે છે. તેમા પણ પ્રાયોરિટી નક્કી કરી છે. ગુજરાતની સરકારી હૉસ્પિટલોમાં પહેલા ઇન્જેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હૉસ્પિટલના કોવિડના દર્દીઓ જેની હાલત ગંભીર છે અને જરૂર છે તેમને પણ ઇન્જેક્શનો આપીએ છીએ. ઉત્પાદન વધારવા અંગેના પ્લાનિંગ ચાલી રહ્યાં છે. ત્યારે આપણે જાહેરમાં પણ ઇન્જેક્શન આપીશું, પરંતુ ગુજરાતની હૉસ્પટિલનો એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારે લીધી છે.
PM મોદીએ પણ ટ્વીટ કરીને કુંભ મુદ્દે કરી અપીલ
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે.
કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરાશે’
તેમણે સંક્રમણ ન ફેલાઇ તે માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કુંભ મેળામાં ગયેલા કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે. તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરવામાં આવે. તેમનો આરટીપીસીઆર કરવામાં આવે.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317