ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે આપત્તિજનક સ્થિતિમાં ઝડપાતા ખળભળાટ

1047
Published on: 2:05 pm, Sat, 31 July 21

કચ્છની રાજકીય ગલીઓ ફરી વિવાદમાં

મોટા ગજાના નેતા આપત્તિજનક હાલતમાં ઝડપાયા

પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક

નેતાને પરિવારે મેથીપાક ચખાડ્યો હોવાની ચર્ચા

કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપનાં એક યુવા નેતાને માર પડ્યો હોવાની એક ઘટના બહાર આવી છે. સપ્તાહ પહેલાની આ ઘટનામાં કચ્છ ભાજપ ના એક નેતાને એક યુવતીના પરિવારે ફટકાર્યો હતો. ભુજ ની ભાગોળે રંગે હાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય ની ભત્રીજીના સાથે સંબંધ હતો.

Kutch ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક

અવાર નવાર નેતાઓના આપત્તિજનક વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એકવાર મોટા નેતાઓ શરમજનક વીડિયો સામે આવ્યો છે. કચ્છમાં મોટા નેતાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જેને લઈ રાજકીય લગીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઘટના અંગે કચ્છ નેતાઓનું મૌન સેવી રહ્યા છે.

આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના પુત્રો તેમજ તેના કાકાના પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને ફટકાર્યો હતો. વર્ષોથી ભાજપમાં રહેલા પૂર્વ ધારાસભ્યના પરિવારે આ અંગે ભાજપનાં મોવડી મંડળને પણ જાણ કરેલી છે. પરંતુ ગુજરાત સરકારમાં તેની જ્ઞાતિનાં જ એક મંત્રીનો ખાસ હોવાને કારણે તેની સામે પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.

Bengal Panchayat election 2018: CPM, BJP workers clash outside polling  booth in Durgapur | City - Times of India Videos

કચ્છમાં મોટા ગજાના નેતા મહિલા સાથે રંગ હાથ ઝડપાય જતા પરિવારે મેથીપાક ચખાડ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. જો કે સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી મહિલાના પરિવારે પ્રતિષ્ઠાના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર મામલાનો પર્દાફાશ નેતાના જ કોઈ વિરોધી જૂથ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

દરમિયાન ભુજ નાં મુન્દ્રા રિ-લોકેશન રોડ ઉપર એક બંગલામાં બંને હાજર હોવાની બાતમી મળતા યુવતીનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને રંગીન મિજાજી આ નેતાને ફટકાર્યો હતો. ત્યારબાદ આ અંગે ભાજપના ઉચ્ચ નેતાઓને આ છેલબટાઉ નેતા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ સપ્તાહ પછી પણ પક્ષ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે મામલો માધ્યમો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જાગૃત લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317