કચ્છમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યાથી ખળભળાટ, ૧૨ કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર.

360

કચ્છ ગુજરાત

કચ્છમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યાથી ખળભળાટ, ૧૨ કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર..

કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને સરા જાહેર રહેંસી નાખતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે વકીલ દેવજીભાઈ મહેશ્વરી પર એક યુવાને છરીથી હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવી હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હત્યાના ૧૨ કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
રાપરમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા બાદ ક્ચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માનકુવા, સુખપર,ગઢશીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

વકીલ દેવજીભાઈની ઓફિસની બહાર લાલ કલરની ટિશર્ટ પહેરેલ શખ્સ ઉભો હતો. થોડીવારમાં વકીલ દેવજીભાઈ ઓફિસની અંદર જાય છે. તુરંતજ આ શખ્સ દેવજીભાઈ પર છરીથી હુમલો કરે છે. હુમલાખોર માત્ર ૧૦ સેકન્ડમાં હુમલો કરી ફરાર થઇ ગયો હતો.દેવજીભાઈને નીકટથી ઓળખતા સ્થાનિક સામજિક કાર્યકર અશોક રાઠોડ આ બનાવ વિશે વાત કરતાં જણાવે છે કે “દેવજીભાઈ વિસ્તારના દલિતો અને વંચિતોનો અવાજ હતા. તેઓ આ લોકોને ન્યાય અપાવવા માટે અવારનવાર સ્થાનિક તંત્ર અને અસામાજિક તત્ત્વો સામે પડી જતા હતા. તેઓ વંચિતોને મદદ કરવા માટે હંમેશાં અગ્રેસર રહેતા.

મૃતક વકીલ દેવજીભાઈ છેલ્લા ૨૦ વર્ષથી વકીલાત કરતા હતા અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ હતા. દેવજીભાઈ બામફેસ જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાનાં કારણે નજીક આવેલ પાઉભાજીની દુકાને મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હતો.બનાવ અંગે પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દેવજીભાઈ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા.

જે દરમિયાન તે દુકાનમાં લગાવેલ CCTVમાં કેદ થયો હતો. જોકે હુમલો કરીને તે મોબાઈલ લેવા ઉભો રહ્યો ના હતો જેના કારણે પોલીસ મોબાઈલ અને તેની સાથે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પણ તપાસ કરી રહી છે..

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ