ધારી નજીક સાંકળથી બાંધેલા વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા,અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા..

442
Published on: 6:23 pm, Wed, 27 January 21
ધારી અમરેલી

અમરેલીના ધારી ગીરના દલખાણીના રેન્જની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના અમૃતપુર ગામ નજીક વાડી વિસ્તારમાં 75 વર્ષીય આધેડને દીપડાએ ફાડી ખાધો (leopard attack) છે. જોકે, ઘટના સ્થળે પહોંચેલું વનવિભાગ આધેડનો મૃતદેહ જોઈ ચોંકી ઉઠ્યું હતું. કારણ કે, આધેડને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે વનવિભાગે તપાસ શરૂ કરી છે કે, આખરે કેમ વૃદ્ધને આ રીતે કુલ્લામાં સાંકળથી બાંધ્યા હતા.

જંગલ વિસ્તારની આસપાસના ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારે અમરેલી જિલ્લાના ધારી ગીરની દલખાણીયા રેન્જમાં માનવભક્ષી દીપડાએ એક વૃદ્ધને ફાડી ખાધા છે. બનાવની જાણ થતાં ગ્રામજનો અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે જઇને વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું, કારણ કે દીપડાના હુમલાનો ભોગ બનેલા વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો હતો. વૃદ્ધને કોણે સાંકળથી બાંધ્યા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે.

મનુભાઈ સાવલીયાને દીપડાએ ફાડી ખાધા

બન્યું એમ હતું કે, ધારીના દલખાણીના રેન્જ માં આજે સવારે એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગામના જ રહેવાસી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ છે. ત્યારે માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડાએ મનુભાઈનો મૃતદેહને ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો. અરેરાટી થઈ જાય તેવો તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે તાત્કાલિક વન વિભાગ પહોંચ્યું હતું.

વન વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી.

​​​​ધારી ડીસીએફ ડો. અંશુમન શર્મની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જૂદી જૂદી દિશામાં તપાસ હાથ ધરી વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાની વન વિભાગના સીસીએફ દુષ્યંત વસાવડાએ પુષ્ટિ કરી હતી. જોકે સ્થળ પર વૃદ્ધને સાંકળથી બાંધેલા દૃશ્યો વિશે વન વિભાગ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યું છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવશે. પોલીસ પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે. વૃદ્ધને સાંકળથી બાંધ્યાની દિશામાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અધિકારીની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં નિવેદન લઇને તપાસ શરૂ કરાઈ છે, જોકે આ અંગે પરિવાજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.

Female leopards are early birds, males are night owls - Futurity

વૃદ્ધએ કેમ સાંકળથી બાંધ્યા તેનો પરિવારે જવાબ ન આપ્યો 
જોકે, વન વિભાગે સૌથી પહેલા જે જોયું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, મનુભાઈ સાવલીયાને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. આખરે કેમ મનુભાઈને આ રીતે બર્બરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે વન વિભાગે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, મનુભાઈના પરિવારજનોએ પણ આ અંગે માહિતી ન આપી કે આખરે કેમ તેમને વાડીમાં આ રીતે સાંકળથી બાંધી રાખવામા આવ્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ