મહેશગિરિનો ધડાકો, ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા

જૂનાગઢ:  ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થયો છે.  સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો હતો.  ભવનાથના મહંતનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. મહેશગીરી બાપુએ મંદિરના હક માટેના સહી સિક્કા કરાવ્યાનો આરોપ લાગ્યો છે.  

આ પત્ર શું સાબિત કરી છે?


મહેશગિરિએ લેટરમાં ધડાકો કર્યો છે કે, હરિગિરિએ ભવનાથ મંદિરના મહંત તરીકે કાયમી ધોરણે નિમણૂંક થાય એ માટે ભાજપ સહિતના અનેક લોકોને રૂપિયા ખવડાવ્યા છે. આ પત્રની સામે હરિગિરિને મહેશગિરિએ જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે આ પત્ર શું સાબિત કરી છે? આ પત્ર ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઊભી કરે છે, એનો જવાબ આપો. આ પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગિરિની સહી અને અખાડાનો સિક્કો પણ છે. આ તમામ લોકોએ પોતાને ભવનાથ મંદિરના મહંત બનવા માટે કાયમી હુકમ થાય એ માટે સહયોગ આપ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. 

તનસુખગીરીના શિષ્ય કિશોર અને યોગેશે મહેશગીરી સામે હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. તનસુખ ગીરી પાસેથી હોસ્પિટલમાં જ મહેશગીરીએ સહી સિક્કા કરાવી લીધા હોવાનો આરોપ તેમના શિષ્યો લગાવી રહ્યા છે.

કિશોરભાઈના આરોપો બાદ મહેશગીરી બાપુએ જવાબ  આપ્યો છે.  તેમણે કહ્યું કે,  મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા કહ્યું હતુ. સહી, સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે.   

મહેશગીરી બાપુએ વધુમાં કહ્યું કે,   મારો એક જ ધ્યેય ગિરનાર અને ભવનાથને બચાવાનો છે. બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રજૂ કરીશ.

જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો


ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગિરિએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતોનો ઘટસ્ફોટ કર્યો છે. આ લેટરમાં ધડાકો કર્યો છે કે, ભવનાથ મંદિરના મહંત હરિગિરીએ ભાજપને 5 કરોડ અને અન્ય 11 લોકોને  રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા એક અલગ જ દિશામાં આ મામલો જતો દેખાઈ રહ્યો છે

નવા મહંતની નિમણૂક, તનસુખગીરી બાપુના પરિવારનો વિરોધ

જૂનાગઢમાં ભવનાથના મહંત સહિત સાધુઓએ પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે, ત્યારે બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો. બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે.

Leave a Comment

mgid.com, 531780, DIRECT, d4c29acad76ce94f