સુરત : સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતા સુરતના પલસાણા હાઈવે પર આવેલી JD રેસ્ટોરન્ટમાં તોડફોડ

1118
Published on: 2:12 pm, Sat, 26 June 21
  • ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે
  • JD રેસ્ટોરન્ટમાં કારમાં આવેલા 25થી વધુ અસામાજિક તત્વોનો આતંક
  • લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા તોડફોડ
  • અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

સુરતના પલસાણા હાઇવે ઉપર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. આશરે 5થી 6 ગાડીઓ ભરીને આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ ઉપર હુમલો કર્યો હતો. લાકડી, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. અને 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઈન સહિત ત્રણ મોબાઈલની પણ લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ કડોદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા થયેલા વિવાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો હતો.

લક્ઝુરિયસ કારમાં અસામાજિક તત્વો આવ્યા હતા.

લક્ઝુરિયસ કારમાં અસામાજિક તત્વો આતંક મચાવવા પહોંચ્યા
પલસાણા હાઇવે પર જે.ડી. નામની રેસ્ટોરન્ટ કમ હોટલ આવેલી છે. રેસ્ટોરન્ટમાં અજાણ્યા અસામાજિક તત્વો ઘસી આવ્યા હતા. ફોર્ચ્યુનર જેવી 5થી 6 લક્ઝુરિયસ કારમાં આવેલા 20થી 25 અસામાજિક તત્વો પહોંચી ગયા હતા. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા આતંક મચાવી ભારે તોડફોડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના પલસાણા-કડોદરા હાઈવે ઉપર જે.ડી. રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં આજે ધોળા દિવસે 5થી 6 ગાડીઓ ભરીને 20થી 25 જેટલા અસામાજિક તત્વો આવી પહોંચ્યા હતા. અને ગાડીમાં રાખેલા લાકડી, લોખંડની પાઈપો અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે તાડતોબ હુમલો કરવા લાગ્યા હતા.

લાકડી, પાઈપ અને ધારદાર હથિયારો સાથે અસામાજિક તત્વો આવ્યા હતા.

રોકડ, સોનાની ચેઈન, ત્રણ મોબાઈલની પણ લૂંટ
આ ઉપરાંત પથ્થરોથી પણ હોટલના કાચ તોડ્યા હતા. અને ફૂલ છોડના કૂંડાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજીક તત્વોના ટોળાએ થોડી ક જ ક્ષણોમાં હોટલમાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં હોટલના કેશ કાઉન્ટરમાંથી 50-60 હજાર રૂપિયા રોકડા, હોટલ માલિકના પાર્ટનરની સોનાની ચેઈન અને ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી હતી.

બે દિવસ પહેલા રૂમ રાખવા અંગે થઈ હતો વિવાદ
હોટલ માલિક દિલીપસિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા ધવલ અકબરી નામનો યુવક એક 18 વર્ષથી નીચેની વયની છોકરી લઈને આવ્યો હતો. અને હોટલમાં રૂમ માંગતો હતો જોકે, 18 વર્ષથી નીચેની યુવતી હોવાથી રૂમ આપ્યો ન હતો. આમ ધવલ અકબરીએ તેમને ધમકી આપી હતી કે, જો રૂમ નહીં આપે તો હોટલ નહીં ચાવલા દઈએ. ત્યારબાદ આજે 5થી 6 ગાડીઓ લઈને આવ્યા હતા અને હોટલમાં તોડ ફોડ કરીને લૂંટ ચલાવી હતી.

અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ પર પથ્થરમારો પણ કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, ધવલ અકબરી કામરેજ ખાતે રહે છે. 50 જેટલા લોકો તોડફોડ કરવા આવ્યા હતા. ઈનોવા અને ફોર્ચ્યુનર કાર હતી. પહેલા મને ખોટી રીતે ફોન કરી બ્લેકમેઈલ કરતા હતા. 5 લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. હાલ તો તોડફોડ સાથે કાઉન્ટરમાં જે રૂપિયા હતા તે લઈ ગયા છે. કામ કરનારાનો ચેઈન અને ત્રણ જેટલા મોબાઈલ પણ લૂંટી ગયા છે. આ ઘટનામાં એક છોકરાને હાથ પર અને એકને માથામાં ઈજા થઈ છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317