સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિની નજર સામે મળ્યું દર્દનાક મોત..

1103
સુરત

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર, તો બીજી તરફ એવી એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય પમાડે તેવી છે. સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાં એક શ્રમજીવી મહિલાના ગળામાં જીઈબીનો વીજતાર તૂટી પડતા તેનું મોત થયું હતું. જોકે, સમગ્ર ઘટનામાં દર્દનાક બાબત એવી હતી કે, પતિના નજર સામે જ મહિલા તરફડી તરફડીને મરી હતી. મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પરંતુ પતિની મદદ કોઈ કામે આવી ન હતી. આખરે એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ સુરતના અડાજણ સ્થિત ભાઠાગામમાં કનુભાઈ રાઠોડ તેમની ત્રણ દીકરી, પત્ની ભાવના સાથે રહે છે. અને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમ્યાન તેઓની પત્ની ભાવના રોજીદા કામકાજ માટે વાડામાં ગઈ હતી. દરમ્યાન અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર ભાવના ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતા જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. આ ઘટનાને લઈને તેઓના પરિવારજનો અને ફળિયાના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા.

પરંતુ વીજ લાઈન ચાલુ હોવાથી મહિલાને કોઈ બચાવી શક્યું ન હતું. મહિલા બચાવો બચાવોની બુમો પાડતી રહી હતી અને આખરે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે 30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યારબાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

સુરતમાં ફરી એક વાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. જોકે અહીંયા આ બેદરકારીને લઈને એક મહિલાને પોતાનો જીવ ગુમાવાની વારો આવ્યો હતો. સુરતના અડાજણ ખાતે આવેલ ભાઠા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની મહિલા ભાવના બેન આજે પોતાના વાડામાં કામ કરી રહી હતી ત્યારે તેમના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલની લાઇનનો જીવતો વાયર ભાવના બેન પર તૂટીને તેના ગાળામાં વીંટળાઈ જતા ભાવના બેન જમીન પર ઢળી પડ્યા હતા.

ભાવના બેનના પતિ કનુભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં લગભગ આ વીજ લાઈન પરથી 3-4 વાર જીવીત વીજ લાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ હતી. ભાવનાબેનના પતિએ જણાવ્યું હતું કે અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીઓએ માતા અને મે મારી પત્ની ગુમાવી છે. બસ બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી સજા થાય એ જ અમારી માગણી છે.

જોકે આ વિસ્તારમાં રહેલા લોકો ગરીબ હોવાને લઈને તેમની અનેક ફરિયાદ બાદ પણ તંત્ર એ ધ્યાન ન આપતા આ ઘટના બની છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રની બેજવાબદારી છે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ લાઇનમાં રહેલા વાયર  20-25 વર્ષ જૂનાં છે અને તેમાં અધિકારીઓની બેદરકારી અમે આવી છે ત્યારે જોવાનું એ રહીયુ કે આ મામલે પોલીસ કોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પગલાં ભરે છે.

આ ઘટના જોઈને આસપાસના તમામ લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ કોઈની મદદ ભાવનાબેનને બચાવવા કામે લાગી ન હતી. ઘટના બાદ જીઈબી અને પોલીસ આવી પહોંચી હતી. એક કલાક સુધી વીજ લાઈન બંધ કરીને ભાવનાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317