સુરત : સરથાણાથી લઈને પરવત પાટીયા સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો રોડ-શો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું

959
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ

સુરત શહેરમાં સંપૂર્ણ રીતે રાજકીય રંગ છવાઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાની તાકાત લગાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે રોડ શોનું આયોજન પાટીદારોના ગઢ સમા સરથાણાના શ્યામધામ મંદિરથી લઈને પરવત પાટીયા સુધી કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક અને કાર લઈને રેલીમાં જોડાયા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હોવાનું નજરે પડી રહ્યું છે.

May be an image of 1 person, standing and outdoors

ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે રેલી યોજી
રેલીમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, આરોગ્ય રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલગ-અલગ વોર્ડમાં આ બાઈક રેલી ફરી હતી. આપ નેતા મનોજ સિસોદિયા દ્વારા આજ વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં આપ તરફનું વાતાવરણ ધીરે ધીરે બનવાનું શરૂ થઈ ગયું છે. તેના ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે આ વિસ્તારની અંદર રેલીનું આયોજન કર્યું છે.

રોડ-શોના કારણે કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા.

રોડ-શોમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી રહી છે. વિશેષ કરીને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કોરોનાની ગાઈડલાઈન હોય કે ટ્રાફિક નિયમ હોય તમામનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા છે. રોડ-શોની અંદર જોડાયેલા બાઇકચાલકો હેલ્મેટ વગર પોતાનું વાહન ચલાવતા જોવા મળ્યા હતા. રેલીમાં હાજર લોકોમાંથી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યો ન હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલાયું છે. તેમના વલણને કારણે સામાન્ય લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રજાને હેલ્મેટ અને માસ્ક વગર મસમોટો દંડ ટ્રાફિક વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે ત્યારે આવા નેતાઓ સામે કેમ કોઈ પગલાં નથી લેવાતા.

આ વિસ્તારોમાં રેલી ફરશે
સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિરથી રેલી શરૂ થઈ ત્યારબાદ વરાછા મેઈન રોડ, હીરા બાગ સર્કલ, પુર્વી સોસાયટી, ઈન્દીરા નગર ચાર રસ્તા, ધરમનગર રોડ, જેરામ નગર ચાર રસ્તા, વલ્લભાચાર્ય રોડ, સરસ્વતી સર્કલ, મીની બજાર, સરદાર પ્રતિમા, શ્યામનગર મેઈન રોડ, લંબે હનુમાન રોડ, માતાવાડી, લાભેશ્વર ચોક, ઈશ્વર કૃપા સોસા., રેણુકા ભવન, સીતાનગર ચોક, બુટ ભવાની, કારગીલ ચોક, પુણા ગામ, સીતાનગર ચોક, રેશ્મા રો હાઉસ, બીઆરટીએસ રોડ, આઈ માતાચોક, કબુતર સર્કલ, પરવટ ગામ, પ્રિયંકા ટાઉનશીપ, પરવટ પાટિયા ખાતે સમાપન થશે.

પાટીદાર વિસ્તાર ગણાતા આઠ વોર્ડમાં રોડ-શો ફરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરતમાં યોજાયેલી બાઇક રેલીને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું.ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો સેવા અને જન કલ્યાણનાં કાર્યો દ્વારા જન-જન સુધી પહોંચશે અને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપ સર્વને મળતો રહે એની ખાતરી કરશે.આપ સર્વએ ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસ બદલ નતમસ્તક છું  : સીઆર પાટીલ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317